ચંપાઃ આજે તમે સોસાયટીના બધા લોકોને શું સલાહ આપી રહ્યા હતા?
ચંગુઃ હું તેમને કહી રહ્યો હતો કે પત્નીને વરસમાં ત્રણ વાર પિયરે જવાની છૂટ મળવી જોઈએ.
ચંપા (ખુશ થતાં)ઃ આવું વળી તમને કેમ સૂઝ્યું?
ચંગુઃ એના ટોટલ સાત ફાયદા છે.
ચંગુઃ એ કયા?
ચંગુ બોલ્યોઃ ૧) એનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે. ૨) છૂટાછેડાનું પ્રમાણ ઘટશે. ૩) પિયરે પત્નીઓને પોતાની કિંમત કેટલી છે તે સમજાશે. ૪) પતિની કદર થશે. ૫) પિયરિયાંઓને પણ પોતાની દીકરીની સાચી આદતો વિશે ખબર પડશે. ૬) વારંવાર પિયરે જતા રહેવાની ધમકી ઓછી થશે. અને ૭) સાસરાવાળાની જમાઈ માટેની સહાનુભૂતિ વધશે.
•
ચંગુઃ બેટા તને કેટલી વાર ના પાડી છે કે વાતવાતમાં સોગંદ ના ખાવા.
મંગુઃ સારું પપ્પા, હું સોગંદ ખાઈને કહું છું કે હવે પછી ક્યારેય હું સોગંદ ખાઇશ નહીં. બસ?
•
ચંગુ ખુશ થતો ઘરે આવ્યો. તેના પપ્પાએ તેની ખુશી કારણ પૂછ્યું.
ચંગુઃ પપ્પા આજે ઓરલ ટેસ્ટમાં હું એકલો જ પાસ થયો.
પપ્પાઃ એવો તે કયો સવાલ હતો?
ચંગુઃ ટીચરે પૂછ્યું કે હાથીના પગ કેટલા હોય? અને મેં કહ્યું કે પાંચ...
પપ્પાઃ અલ્યા હાથીના ચાર પગ હોય, પાંચ નહીં. આવા જવાબ છતાં પણ તું પાસ થયો કેવી રીતે?
ચંગુઃ અરે બીજા બધા છોકરાઓએ છ પગ કહ્યા હતા આથી ટીચરે કહ્યું કે કદાચ ચંગુ સાચો છે.
•
ચંગુઃ હું તારી સાથે લગ્ન કરીને આજે ખૂબ જ ખુશ છું.
ચંપાઃ શા માટે?
ચંગુઃ મને મારા તમામ ગુનાઓની સજા જીવતેજીવ મળી ગઈ.
•
આફ્રિકાના જંગલમાં ફરવા ગયેલા ચંગુ અને ચંપા પર અચાનક વાઘે હુમલો કર્યો. વાઘે પહેલો પંજો ચંપા પર માર્યો.
ચંપાઃ જલ્દી મને બચાવો, શૂટ હીમ... શૂટ હીમ...
ચંગુઃ અરે હા, જલ્દી જ કરું છું, પણ કેમેરાની બેટરી બદલવી પડશે એના માટે.
•
ચંપાઃ વોચ અને વાઈફ વચ્ચે શું ફરક છે?
ચંગુઃ વોચ ખરાબ થાય તો બંધ થઈ જાય અને વાઈફ ખરાબ થાય તો ચાલુ થઈ જાય.
•
ચંગુઃ અલ્યા, એ છોકરા આ રખડતી ગાય અને વાછરડું કોનું છે?
મંગુઃ ગાયની તો મને ખબર નથી પણ હા વાછરડું કોનું છે તે હું કહી શકું.
ચંગુઃ કોનું?
મંગુઃ ગાયનું.
•
મોલની બહાર બોર્ડ માર્યું હતુંઃ
‘એક્સાઇટિંગ એક્સચેન્જ ઓફર કોઈ પણ જૂનો માલ આપો અને નવો લઈ જાઓ...’
એક કાકા કાકીને લઈને પહોંચી ગયા!
•
એક આખાબોલી છોકરીનાં લગ્ન થયાં. સુહાગ રાતે પતિએ સવાલ પૂછ્યોઃ
પતિઃ જાનુ, તું મને બહુ પ્રેમ કરે છે ને?
પત્નીઃ હા.
પતિઃ હા, તો મને એમ કહે કે, લગ્ન બાદ વિદાય સમયે છોકરીઓ રડતી કેમ હોય છે?
પત્નીઃ કારણ કે તેઓ એમ વિચારતી હોય છે કે, આટલાં વર્ષે પતિ મળ્યો અને તે પણ આવો!
•
પહેલો કૂતરોઃ મારા માલિકે સવારે ચાર વાગ્યે એક ચોરને પકડી લીધો.
બીજો કૂતરોઃ તું ક્યાં હતો?
પહેલો કૂતરોઃ સૂતો હતો. હું કંઈ માણસ નથી કે રાતભર નેટ પર બીઝી રહીને જાગતો હોઉં.
