કેજરીવાલ મુખ્ય પ્રધાન બની ગયા.
કિરણ બેદી ગવર્નર બની ગયાં.
વી. કે. સિંહ મિનિસ્ટર બની ગયા...
હવે તો સમજો, અણ્ણા હજારેના કેમ્પસમાંથી જે નીકળે છે તેને ૧૦૦ ટકા પ્લેસમેન્ટની ગેરન્ટી છે!
•
રાહુલ: મારા દાદા-દાદી, નાની, પપ્પા... બધાના નામે રોડ, મકાનો, એરપોર્ટો અને યોજનાઓ છે. મારા નામે કેમ કશું નથી?
સોનિયાજી: બેટા, તારા નામે આટલી બધી જોક્સ તો છે...
•
જ્યારે ગુજુભાઈ કહે કે, ‘જિગ્નેશનો દીકરો સ્ટેટ્સમાં ગયો’ ત્યારે એનો અર્થ એમ ન થાય કે જિગ્નેશનો દીકરો અમેરિકા ગયો. એનો મતલબ એમ છે કે, ‘બેટો સ્ટેટિસ્ટીક્સમાં નાપાસ થયો...’
•
સહરાનપુરમાં એક બાબલો ખોવાઈ ગયો. કોઈએ બાબલાનો ફોટો વોટ્સએપ પર મૂકીને લખ્યું: ‘બાબો ખોવાયો છે. ક્યાંય દેખાય તો પ્લીઝ નીચેના સરનામે પહોંચાડજો. ભગવાન ભલું કરશે.’
જોકે બાબલો એ દિવસે સાંજે જ મળી ગયો. પણ બાબલાનો ફોટો એક વરસથી વોટ્સએપમાં હજી
ફરે છે!
બિચારો બાબો પરેશાન છે કારણ એ જ્યાં પણ જાય છે ત્યાંથી કોઈ એને પકડીને ઘરે મૂકી આવે છે!
•
ડોક્ટરઃ શાંતાબહેન, તમારે પગે હજી સોજા છે પણ એમાં ચિંતા કરવા જેવું લાગતું નથી.
શાંતાબહેનઃ ડોક્ટર સાહેબ, આપને પગે
સોજા હોય તો મને પણ એમાં ચિંતા કરવા જેવું ન લાગે હોં.
•
ખેતીવાડી કોલેજનો ગ્રેજ્યુએટ થઈને તાજો જ પાછો ફરેલો રમેશ પાડોશના ખેડૂતને કહેઃ ‘તમારા લોકોની ખેતી કરવાની પદ્ધતિ હજુ સાવ જૂની પુરાણી છે. મને ખાતરી છે કે પેલી જામફળીમાંથી દસેક કિલો જામફળ પણ તમે નહીં લેતા હોવ.’
ખેડૂતઃ તમારી વાત તો સાચી છે. એ
સીતાફળી છે.
•
એક દર્દી ડોક્ટર પાસે ગયો.
દર્દીઃ સાહેબ મારા કાનમાં વટાણાનો છોડ ઊગી ગયો છે.
ડોક્ટરઃ આ તો બહુ આશ્ચર્યની વાત છે!
દર્દીઃ હા સાહેબ. આશ્ચર્યની વાત તો છે જ કેમ કે મેં તો કાનમાં ભીંડાના બીજ નાખ્યા હતા!
•
પત્નીઃ હવેથી તમે પણ મારી સાથે સોળ સોમવારના ઉપવાસ કરજો.
પતિઃ મેં ક્યારેય તને કહ્યું કે, તું પણ મારી સાથે માવો ખાવાનું ચાલુ કરી દે.
•
ઐતિહાસિક હકીકતઃ ખોટું બોલવું.
બાળકો માટે પાપ, પ્રેમીઓ માટે કળા, કુંવારાઓ માટે જરૂરિયાત, અને... પરણેલાઓ માટે શાંતિથી જીવવાનો રસ્તો છે...!!!
•
‘તમે તમારી સુંદર, આકર્ષક, યુવા નર્સને કેમ કાઢી મૂકી?’
‘મારા ધંધા પર અવળી અસર પડતી હતી.’
‘એ વળી કેવી રીતે?’
‘મેં અનેક દર્દીને તેની સાથે વાત કરતા સાંભળ્યા કે તમને જોઈને જ અડધી બીમારી દૂર થઈ જાય છે.’
•
બસ સ્ટેન્ડ પર ઊભેલા એક યુવક સાથે બસની રાહ જોતી ઊભેલી સુંદર યુવતીને જોઈ. યુવકે તેને કહ્યું કે મને એવું લાગે છે કે આપણે ક્યાં મળ્યાં છીએ!
યુવતીએ જવાબ આપ્યોઃ શક્ય છે. કારણ કે હું ગાંડાની હોસ્પિટલમાં નર્સ છું.
