હિંદુ ફોરમ ઓફ બ્રિટનની વાર્ષિક સાધારણ સભા આગામી ૧૦ જુલાઈને રવિવારે સંગત એડવાઈસ સેન્ટર, સાનક્રોફ્ટ રોડ, હેરો, HA3 7NS ખાતે બપોરે ૧થી સાંજના ૫ સુધી યોજાશે. તેની શરૂઆત પ્રાર્થના સાથે થશે. બાદમાં ‘હિંદુ બિઝનેસ કોમ્યુનિટી પર ઈયુ રેફરન્ડમની અસર’ વિષય પર ગવર્નન્સ કમિટિના ચેરમેન શ્રી રિકી સેગલના અધ્યક્ષસ્થાને ચર્ચા થશે અને પ્રશ્રોત્તરી યોજાશે.
AGM દરમિયાન કાસ્ટ બિલ, ક્રિમેટોરિયમ, મંદિરોમાં ગાઈડ ડોગ્સ, દિવાળીની ઉજવણી વગેરે બાબતો પર મંત્રણાની છેલ્લી માહિતી અપાશે.
બેઠકમાં અગાઉના ઠરાવો, કમિટિઓના ચેરમેનો અને હોદ્દેદારોના વાર્ષિક અહેવાલો, ચેરિટેબલ સ્ટેટસ, સભ્યપદ, નિમણુંકોને બહાલી, AOB અને અંતમાં પ્રાર્થના કરવામાં આવશે. તમામ સભ્યોને AGMનો વિસ્તૃત એજન્ડા તા.૨૫ જૂન, ૨૦૧૬ સુધીમાં મોકલી અપાશે.
HFB એ બ્રિટનની સૌથી મોટી છાત્ર સંસ્થા છે. અલગ પ્રાંતોની વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતી ૩૦૦થી વધુ હિંદુ સંસ્થા તેના સભ્યપદે છે. HFBએ સંપૂર્ણ સલાહમસલત પદ્ધતિ અપનાવી છે, જે
પરિવર્તન લાવવામાં ચાલક બળ બની ગઈ છે.
ફોરમની પ્રવૃત્તિઓના હાર્દમાં હિંદુ સંસ્કૃતિની સમૃદ્ધિ, વૈવિધ્ય, તમામ વ્યક્તિ અને ધર્મો પ્રત્યે આદરની ભાવના અને સંસ્કૃતિનો વારસો રહેલા છે.
HFBના પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન પટેલ છે. સંપર્ક. 07875 015 865. E-mail: [email protected] / Website: www.hfb.org.uk છે.
