શિક્ષકઃ તું કેટલો મૂર્ખ છે, હું તારી ઉંમરનો હતો ત્યારે બધાં પુસ્તકો વાંચી લેતો હતો.
વિદ્યાર્થીઃ સાહેબ, તમને તે વખતે સારો શિક્ષક મળ્યો હશે.
•
ગગાનો એક પગ ભાંગતાં તેને હોસ્પિટલમાં દાખલ કર્યો.
બાજુના જ ખાટલામાં એક ભાઈના બન્ને પગ ભાંગેલા હતા આ જોઈને તરત જ ગગાએ પૂછયુંઃ ભાઈ તારે બે પત્નીઓ છે?
•
જીવનનું નગ્ન સત્યઃ જો
કોઈ પરિણીત પુરુષ કોઈ બાબતમાં એમ કહે કે, વિચારીને જવાબ આપીશ.
તો સમજી લેવાનું કે, પત્નીને પૂછીને કહેશે.
•
લગ્ન શું છે?
લગ્ન એ વીજળીના બે તારનું મિલન છે.
જો બરાબર જોડાય તો પ્રકાશ આપે અને ઊંધા જોડાઈ જાય તો તણખા ઝરે.
•
તાજેતરમાં જ એક સંસ્થાએ કરેલ સર્વેમાં જાણવા મળ્યું છે કે, પત્ની સાથે મોકળા મને વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે. હાર્ટ એટેકના ચાન્સ ૮૦ ટકા ઓછા થઈ જાય છે. મન ૯૦ ટકા રિલેક્સ રહે છે અને તણાવ ૯૫ ટકા ઘટી જાય છે.
પરંતુ...
પત્ની કોની એ જ નહોતું કહ્યું!
•
લગ્નજીવનની સફળતાના ફક્ત ચાર શબ્દોઃ તું જેમ કહે એમ.
