લંડનઃ દેહ વ્યાપારને ગુનો નહિ ગણવાના લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીનના સૂચન બદલ પક્ષના સાંસદોએ તેમની ટીકા કરી હતી. ગોલ્ડસ્મિથ ખાતે યુનિવર્સિટી ઓફ લંડનના વિદ્યાર્થીઓને સંબોધતા કોર્બીને કહ્યું કે તે સેક્સ ઉદ્યોગને ગુનો ન ગણવાની તરફેણમાં છે.
પક્ષના પૂર્વ નાયબ નેતા હેરિયટ હર્મને ટવિટ કર્યું કે દેહ વ્યાપાર શોષણ અને દુરુપયોગ છે. તેને કામ અથવા ઉદ્યોગ ગણી ન શકાય. મહિલાઓનું રક્ષણ કરવું જોઈએ અને પુરુષો સામે કાર્યવાહી થવી જોઈએ. પાર્ટીના સૂત્રે જણાવ્યું હતું કે જેરેમી સેક્સ માટે નાણાં ચૂકવનારા લોકોને નહીં પણ સેક્સ વર્કરોને ગુનેગાર ન ગણવાની વાત કરતા હશે.

