લંડનઃ ક્રિસ હુન સ્પીડીંગ પોઈન્ટસ કૌભાંડમાં સંડોવાયેલા પૂર્વ મહિલા જજ કોન્સ્ટન્સ બ્રિસ્કોને પોલીસ ઈન્ક્વાયરીનો જવાબ નહિ આપવા બદલ છ મહિના સુધી ડ્રાઈવિંગ કરવા ગેરલાયક ઠેરવવા સાથે ૮૮૦ પાઉન્ડનો દંડ કરાયો છે.
૫૮ વર્ષીય બ્રિસ્કોના નામે ગ્રે કલરની બીએમ઼બલ્યુ એમઆઈ સ્પોર્ટ્સ કાર નોંધાયેલી છે. આ કાર સપ્ટેમ્બર, ૨૦૧૪માં લંડનમાં નિયત ઝડપ કરતાં વધુ ઝડપે જતી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. કારના ચાલક વિશે માહિતી ન આપવાનો તેમના પર આરોપ છે. અગાઉ, પોતાના મિત્ર વિકી પ્રાઈસને મદદ કરવા માટે સાક્ષીઓના નિવેદનો સાથે ચેડાં કરવા બદલ ૨૦૧૪માં તેમને ૧૬ મહિનાની જેલની સજા થઈ હતી.

