લંડનઃ કેન્ટરબરીના આર્કબિશપ જસ્ટિન વેલ્બીએ જણાવ્યું છે કે મોટી સંખ્યામાં માઈગ્રન્ટસના કારણે જોબ, હાઉસિંગ અને આરોગ્ય વ્યવસ્થા પર થનારી અસર વિશે પરિવારોને ચિંતા કરવાનો અધિકાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુરોપિયન યુનિયનના લોકમતમાં કેવી રીતે વોટ આપવો તે અંગે કોઈ યોગ્ય ક્રિશ્ચિયન અભિપ્રાય નથી.
તેમણે કહ્યું કે આવી ચિંતા દર્શાવનારા લોકોને જાતિવાદી ગણાવીને વખોડવા એ અપમાનજનક છે. તેમના વાજબી ડર વિશે સાંભળવા અને નિરાકરણ કરવાની જરૂર છે. તેમણે એક મેગેઝિન સાથેની મુલાકાતમાં માઈગ્રેશન ક્રાઈસીસને ખૂબ મોટી ગણાવતા કહ્યું કે લોકોએ ચિંતા વ્યક્ત કરી તે યોગ્ય છે.

