લંડનઃ લેબર પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીના નવા મહિલા સભ્ય જેસ્મિન બેકેટ પોતાના હરીફ જેમ્સ ઈલિયટ સામે અપપ્રચારના દોરીસંચારના મુદ્દે વિવાદમાં ઘેરાયાં છે અને કારોબારીમાંથી હટાવાય તેવી શક્યતા છે.
રાષ્ટ્રીય કારોબારીની યુવા પ્રતિનિધિની બેઠકની ચૂંટણીમાં લિવરપુલની સાયકોલોજીની વિદ્યાર્થિની બેકેટ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ઈલિયટ વચ્ચે ભારે રસાકસી બાદ બેકેટને ૪૯.૫૫ ટકા અને ઈલિયટને ૪૯.૪૧ ટકા મત મળ્યા હતા. પક્ષના નિયમોથી વિરુદ્ધ પ્રચાર દરમ્યાન ઈલિયટને યહૂદીવિરોધી ગણાવવાનો અને તેની વર્તણૂકના અહેવાલો ફેલાવવા ટેકેદારોને જણાવવાનો આરોપ બેકેટ પર છે.
