બીમાર શ્વાનની છેલ્લી સફરઃ શ્વાનપ્રેમીઓ ઉમટ્યા

Wednesday 16th November 2016 06:04 EST
 
 

લંડનઃ બ્રિટનમાં માર્ક વૂડે તેના ૧૮ વર્ષના શ્વાન વોલનટની છેલ્લી સફરમાં જોડાવા માટે લોકોને ફેસબુકના માધ્યમથી આમંત્રણ આપતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વોલટનને આટલા વર્ષો સુધી પોતાના પરિવારના એક સભ્યની જેમ રાખ્યા બાદ તેની સાથે લાગણીથી બંધાઈ ગયેલા માર્કે સોશ્યલ મીડિયા પર સંદેશો વહેતો મૂક્યો હતો કે ઉંમર અને સ્વાસ્થ્યની સમસ્યાઓના કારણે હવે વોલનટ ચાલી શકે તેમ નથી. શનિવારે તેને માનવતાના ધોરણે મૃત્યુ આપવાનું હોવાથી કોર્નવેલના ન્યૂક્વે બીચ પર સવારે ૯.૩૦ વાગે તેનું છેલ્લું વોક યોજવામાં આવ્યું છે. વોલનટને છેલ્લી વાર ચાલતો જોવા અને વિદાય આપવા માટે અનેક લોકો તેમના શ્વાનને લઈને અહીં આવ્યા હતા. ઘટના મીડિયામાં પણ ચમકતા સમગ્ર દેશમાં માર્ક અને વોલનટની મૈત્રી ચર્ચાનું કેન્દ્ર બની હતી. માર્કે લખ્યું હતું કે તે વોલનટની સાથે જમતો, રમતો અને સુઈ જતો હતો. તેની વિદાય તેના માટે અત્યંત કપરી ક્ષણ છે.


comments powered by Disqus