હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 16th November 2016 05:35 EST
 

ગગોઃ યાર મારી વાઇફ ગુસ્સો બહુ કરે છે.
ભગોઃ મારી વાઇફ પણ પહેલાં બહુ ગુસ્સો કરતી હતી, પણ હવે નથી કરતી.
ગગોઃ તે શું ઈલાજ કર્યો?
ભગોઃ એક દિવસ તે ગુસ્સામાં હતી તો મેં કહી દીધું... ઘડપણમાં ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. બસ તે દિવસ ને આજની ઘડી, ઊંચો અવાજ પણ નથી કરતી.

છગનઃ જે મારી ઈચ્છા પૂરી કરશે તેને હું રૂ. ૨ લાખ આપીશ.
રંગલોઃ બોલો, બોલો શું ઈચ્છા છે?
છગનઃ મારે રૂપિયા ૪ લાખ જોઈએ છે.

છોકરીઃ મારી બર્થ ડે ગિફ્ટ ક્યાં છે?
છોકરોઃ પેલા રોડ પર જો લાલ રંગની કાર પડી છે તે દેખાય છે?
છોકરી ખુશી વ્યક્ત કરતા નાચવા લાગી.
છોકરીઃ બસ તેવા જ રંગની નેઇલપોલિશ લાવ્યો છું.

પત્નીઃ નારીનો અર્થ શું?
પતિઃ શક્તિ
પત્નીઃ તો પુરુષનો અર્થ શું?
પતિઃ સહનશક્તિ

દૂરથી જોયું તો ફ્લાઇંગ કિસ આપતી હતી...
નજીક જઈને જોયું તો, સિંગનાં ફોતરાં ઉડાડતી હતી.
દાવ થઈ ગયો હોં...!!!

છોકરીઃ તમારો મોબાઈલ તો બહુ સરસ છે. કેટલામાં લીધો?
છોકરોઃ લીધો નથી. રેસમાં જીત્યો.
છોકરીઃ અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં?
છોકરોઃ ત્રણ જણ. હું, પોલીસવાળો અને મોબાઈલ શોપવાળો.

એક એક્સિડન્ટમાં પતિ-પત્નીનું મૃત્યુ થાય છે. મૃત્યુ પછી બન્ને ભૂત બને છે. થોડા સમય પછી બન્ને મળે છે.
પત્નીઃ તમે તો પહેલાં કરતાં બહુ અલગ લાગો છો.
પતિઃ હા, પણ તું તો પહેલાં પણ આવી જ દેખાતી હતી!

ગગો ભગાની ખબર કાઢવા હોસ્પિટલમાં આવ્યો.
ગગોઃ શું થયું?
ભગોઃ યાર, પત્નીને ફેસબુકનો પાસવર્ડ ખબર પડી ગઈ...!

બોયફ્રેન્ડઃ યાર આજે તો જૂના મિત્રોની બહુ યાદ આવે છે.
ગર્લફ્રેન્ડઃ ચિંતા શું કામ કરે છે ડિયર, હું છું ને તારી સાથે.
બોયફ્રેન્ડઃ સાચે?
ગર્લફ્રેન્ડઃ હાસ્તો વળી...
બોયફ્રેન્ડઃ સારું, તો ૫૦૦ રૂપિયા ઉધાર આપ. તારા માટે જ ગિફ્ટ લાવવાની છે.

પત્રકાર : તમારો જન્મ ક્યાં થયો હતો.
આલિયા : ઇન્ડિયામાં.
પત્રકાર : એ તો બરોબર. પણ કયો પાર્ટ?
આલિયા: વોટ ડુ યુ મિન, કયો પાર્ટ? હું આખેઆખી જન્મી હતી!

સવાર સવારના વરસાદ પડે તો કોણ શું વિચારે છે?
પ્રેમી: ચોક્કસ, આજે ડેટ વધારે રોમેન્ટિક બની જશે.
બાળક: ચોક્કસ, આજે નિશાળમાં રજા..
પતિ: ચોક્કસ, આજે ભજીયાં અને ચા...
પત્ની: ચોક્કસ, આજે કામવાળી બાઈ નહીં જ આવે!


comments powered by Disqus