કચ્છી મહિલાનું ન્યૂ ઝીલેન્ડમાં મૃત્યુ

Thursday 31st March 2016 02:00 EDT
 
 

ભુજઃ મૂળ કચ્છના છસરા ગામના વતની અને હાલ મુંબઈમાં રહેતા જૈન જાગૃતિ સેન્ટર-પાર્લાના સક્રિય કાર્યકર રોહિત કેનિયા અને તેમના મિત્રો દસ દિવસ પહેલાં ન્યૂ ઝીલેન્ડની મુલાકાતે ગયા હતા. તેઓ ૩૦ માર્ચે પાછા ફરવાના હતા. ૨૫મી માર્ચે તેઓ સેન્ટ્રલ ઓટાગોના લગેટ-ક્રોમવેલ રોડ પાસેથી ભાડાની વેનમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક રોડ-એક્સિડન્ટ થયો હતો. જેમાં ઘટનાસ્થળે જ રોહિતભાઈનાં પત્ની કુસુમબહેનનું મૃત્યુ થયું હતું, જ્યારે મુંબઈમાં ઇમિટેશનનો બિઝનેસ કરતા રોહિત કેનિયાને ગંભીર ઈજા થઈ હતી.
રોહિત કેનિયા અને અન્ય બે જણને ગંભીર ઈજા થવાથી તેમને ડુનેડિનની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. અન્ય ત્રણ જણ કે જેમને મામૂલી ઈજા થઈ હતી તેમને ડન્સ્ટનની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અકસ્માત કેવી રીતે થયો એની કોઈને હજી ખબર નથી. પોલીસ એ બાબતની તપાસ કરી રહી છે, પરંતુ અકસ્માતમાં વેનનો કચ્ચરઘાણ નીકળી
ગયો હતો.


comments powered by Disqus