લંડનઃ અનેક કૌભાંડોમાં સંડોવાયા બાદ અંગત ખર્ચનો કલેઈમ ન કરવાનું વચન આપનારા કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ નેડિન ડોરિસે લંડનની પ્રોપર્ટી માટેનું ભાડું મજરે લેવાં દર મહિને ૧,૮૨૦ પાઉન્ડનો ક્લેઈમ વસૂલવાનું શરૂ કર્યું છે. સાંસદોને વાર્ષિક ૨૦,૬૦૦ પાઉન્ડના રેન્ટ ક્લેઈમને મંજૂરી અપાયેલી છે.
એક્સપેન્સીસ વોચડોગની ૨૦૧૩ની તપાસમાં જણાયું કે ડોરિસે પરિવારની અને બીમાર ડોગની સંભાળ લેવા જવા ટ્રાવેલ એક્સપેન્સનો ખોટો ક્લેઈમ કર્યો હતો. તેમણે ૩,૦૦૦ પાઉન્ડ પરત ચૂકવવાના થતાં હતા. પછી તેમણે રહેઠાણનો કલેઈમ મુકવાનું બંધ કર્યું હતું. જોકે, રી-ઈલેક્શનમાં ચૂંટાયા બાદ તેમણે ફરી રેન્ટનો કલેઈમ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઓગસ્ટ-નવેમ્બર ૨૦૧૫ વચ્ચે તેમણે ૭,૨૮૦ પાઉન્ડનો ક્લેઈમ કર્યો હતો.

