કાઠમંડુઃ બ્રિટિશ પ્રિન્સ હેરીએ ૨૩મી માર્ચે કાઠમંડુની સરકારી હોસ્પિટલે જઈને ૧૬ બાળકોની મુલાકાત લીધી હતી. તેમાંના ઘણાં બાળકો ગયા વર્ષે ત્રાટકેલા ભૂકંપને કારણે ઘવાયાં હતાં. કેટલાક થોડાક દિવસ પહેલા સર્જાયેલી દુર્ઘટનામાં દાઝી ગયાં હતાં.
હેરીએ આ બાળકોને રમકડાં આપ્યાં હતાં. ૨૩મી માર્ચ હેરીના નેપાળ પ્રવાસનો છેલ્લો દિવસ હતો પરંતુ તેમણે અહીં એક સપ્તાહ વધુ રોકાવાની જાહેરાત કરી હતી.

