લંડનઃ ઈયુના ૨૮ દેશો પૈકી બ્રિટન એક માત્ર એવો દેશ છે જ્યાં અન્ય દેશોની માતા સૌથી વધુ સંખ્યામાં બાળકોને જન્મ આપે છે. બ્રિટનમાં ૨૦૧૪માં જન્મેલા દર ૧૦ બાળકો પૈકી એકને ઈમિગ્રન્ટ કે વિદેશી મહિલાએ જન્મ આપ્યો હતો. આ બાબત યુરોપિયન દેશોમાંથી બ્રિટનમાં માઈગ્રેશનનું સૌથી વધુ પ્રમાણ દર્શાવે છે.
યુરોસ્ટેટના આંકડા મુજબ ૨૦૧૪માં ઈયુમાં જન્મેલા દર છ બાળકમાંથી એક બાળકનો જન્મ યુકેમાં થયો હતો. યુકેમાં ૨૦૧૪માં ૭૭૫,૯૦૮ બાળકો જન્મ્યા હતા, જે ફ્રાંસનાં ૮૧૯,૩૨૮ બાળકો પછી બીજા ક્રમે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ ૨૦૧૦થી નવ લાખ ઈયુ માઈગ્રન્ટસ બ્રિટન આવ્યા છે. પોલેન્ડ સહિત આઠ દેશો ૨૦૦૪માં ફરી ઈયુમાં જોડાયા અને નાગરિકોને બ્રિટન આવવાના હક્ક અપાયા ત્યારથી અન્ય દેશોની મહિલાઓ દ્વારા બાળજન્મનું પ્રમાણ વધ્યું છે.
