લંડનઃ બિલાડીના માલિકોની સરખામણીએ શ્વાન માલિકો વધુ સુખી, સમાજમાં મળતાવડા અને વધુ આવક ધરાવતા હોવાનું એક સંશોધનમાં જણાયું છે. બિલાડીના માલિકોની સરેરાશ વાર્ષિક આવક ૨૪,૦૦૦ પાઉન્ડ હોય છે જ્યારે શ્વાનના માલિકોની આવક વર્ષે ૨૭૦૦૦ પાઉન્ડ હોય છે. વેટપ્લસ માટે પાલતુ પ્રાણીના ૧૫૦૦ માલિકોનો કરાયેલો અભ્યાસ સૂચવે છે કે સાથી તરીકે બિલાડી કરતાં શ્વાનની પસંદગી કરનારને વધુ સુખ મળવાની શક્યતા છે.
અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું કે શ્વાન માલિકોએ દેવું ચૂકવી દીધું હોવાની શક્યતા વધારે હશે અને તેઓ તેમની જોબ ‘તણાવપૂર્ણ’ હોવાનો પણ ઈનકાર કરશે.શ્વાન માલિકોની આવક વધુ હોવાનું તારણ અતિશયોક્તિપૂર્ણ લાગે છે. પરંતુ એ તદ્દન સાચું છે, કારણ કે શ્વાન તમને તેના તથા સમાજ પ્રત્યે વધુ જવાબદાર બનાવે છે અને તે ‘જવાબદારી’ જ જીવનમાં ‘સખત પરિશ્રમ’નો માર્ગ ખોલી શકે, જેને લીધે તમે વધુ વેતન મેળવી શકો.

