હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 30th March 2016 06:21 EDT
 

હવે એ દિવસની રાહ જોવાય છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમ કહે કેઃ દરેક માણસે જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે... અને કેટલાક લોકો માત્ર વિરોધ કરવા શ્વાસ લેવાનું બંધ કરી દેશે!

પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો.
પતિ (ગુસ્સામાં)ઃ જા જા, તારા જેવી તો બીજી ૧૨-૧૫ મળશે મને.
પત્ની (હસીને)ઃ હજી પણ મારા જેવી જ જોઈએ છે તારે.

કહેવાય છે કે, માણસને એક વાર જ્યાંથી દગો મળે, ત્યાં બીજી વાર ના જવું જોઈએ.
છતાં બિચારો વારંવાર સાસરે તો જાય જ છે ને!

ભારતમાં કોઈ લગ્ન ત્યાં સુધી પૂરાં નથી... થતાં જ્યાં સુધી...
કાકા, મામા કે ફૂઆ રિસાઇને પાછા ના જતા રહે..!

આફ્રિદીએ તેની પત્ની પાસે ચા માંગી.
પત્નીએ રકાબીમાં ચા આપી.
આફ્રિદીઃ ચા કપમાં આપને, રકાબીમાં ઠંડી થઈ જાય છે.
પત્નીઃ કપ તો ધોની લઈ ગયો, હવે આમાં પીવાની જ આદત પાડી દે.

પત્નીઃ જુઓ છો, આપણી પડોસણ દર રવિવારે તેના પતિ સાથે બહાર ફરવા જાય છે. તમે ક્યારેય લઈ ગયા ફરવા?
પતિઃ મેં પણ તેને ૪-૫ વાર પૂછયું, પણ મને તો ના જ પાડી દે છે.

જવાહરલાલ નેહરુથી માંડીને નરેન્દ્ર મોદી સુધી બધાને વોટ આપી જોયા, પણ કોઈ માઈનો લાલ હજી સુધી એક ડાહ્યો નાણા પ્રધાન શોધી શક્યો નથી.
જેને જુઓ તે સિગારેટ, દારુ, ફિલ્મો, ટીવી, રેસ્ટોરાં, મોજમજાને મોંઘાં કરી નાંખે છે...
અને સસ્તું શું થાય છે? કહે છે શૌચાલય બનાવો, બીમાર પડીને દવા કરાવો, વિકલાંગ થઈને મદદ માગો, ગામડામાં ખેતી કરીને રાહત મેળવો...
મારા બેટાઓ બધા એમ જ ઈચ્છે છે કે આમ આદમી કાં તો બીમાર રહે કાં તો શૌચાલયમાં બેસી રહે...
તમે જોજો, નરકમાં જશે બધા નાણા પ્રધાનો!

૩૦ ટકા ઈન્કમટેક્સ, ૧૪ ટકા સર્વિસ ટેક્સ, ૭.૫ ટકા વેટ, ૦.૫ ટકા સ્વચ્છ ભારત ટેક્સ, ૦.૫ ટકા કૃષિ કલ્યાણ ટેક્સ, ૫ ટકા પાણી પર ટેક્સ, ૩૫ ટકા વીજળી પર ટેક્સ, અને ૪૮ ટકા પેટ્રોલ પર ટેક્સ...
- બસ, નોકરી કરવી એ જ મોટામાં મોટી દેશભક્તિ છે!

એશિયા કપની મેચો દરમિયાન પાકિસ્તાનની ટીવી ચેનલોમાં સતત એક પટ્ટી ચાલી રહી હતી :
‘ઈસ ખેલ મેં ખેલ રહે સભી પાકિસ્તાની ખિલાડી કાલ્પનિક હૈ. ઈન કા વાસ્તવિક જીવન સે કોઈ સંબંધ નહીં હૈ. કૃપયા વાપસ આને પર ઉન સે અમાનવીય વ્યવહાર ન કરેં... પીસીબી કે હિત મેં જારી.’

દુનિયામાં ચાર કામ કરવાં બહુ મુશ્કેલ છે.
૧. કીડીને લિપસ્ટીક લગાવવી.
૨. હાથીને ખોળામાં બેસાડવો.
૩. મચ્છરને કપડાં પહેરાવવાં.
અને...
૪. પત્નીને સમજાવવી.

જજઃ તારા પર એવો આરોપ છે કે તેં છેલ્લાં સાત વર્ષથી તારી પત્નીને ડરાવી-ધમકાવી રાખી છે.
આરોપીઃ પણ સર...
જજઃ પણ-બણ કંઈ નહિ, તેં આ કેવી રીતે કર્યું એ કહે પહેલાં.


comments powered by Disqus