શહીદ હંગપન દાદાને અશોકચક્ર

Wednesday 17th August 2016 06:59 EDT
 
 

નવી દિલ્હીઃ ચાર આતંકીઓને ઠાર મારનાર અરુણાચલ પ્રદેશના શહીદ હંગપન દાદાને ભારતના ૭૦મા સ્વતંત્રતા દિને મરણોપરાંત અશોકચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિએ શસ્ત્ર દળ અને અર્ધસૈનિક દળના સભ્યો માટે ૮૨ વીરતા પુરસ્કારોની યાદીને ૧૩મી ઓગસ્ટે મંજૂરી આપી દીધી હતી. જેમાં એક અશોકચક્ર, ૧૪ શોર્યચક્ર, ૬૩ આર્મી મેડલ, બે નેવી મેડલ તથા બે એરફોર્સ મેડલનો સમાવેશ થાય છે. આ વર્ષે જ મે મહિનામાં જમ્મુ-કાશ્મીરના શમસાબરી રેન્જમાં ૧૩ હજાર ફૂટની ઊંચાઈવાળા વિસ્તારમાં હંગપન દાદાએ પીઓકે તરફથી ઘૂસણખોરી કરતા આતંકીઓનો ૧૮ કલાક સામનો કર્યો હતો. આ સમયે તેમણે ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. હંગપનદાદાને અશોકચક્ર ઉપરાંત નિરંજન કુમાર, પવન કુમાર અને તુષાર મહાજનને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા હતા.
લેફ્ટનન્ટ કર્નલ નિરંજન કુમાર પઠાણકોટ હુમલામાં શહીદ થયા હતા અને ૯ પેરા સ્પેશ્યિલ ફોર્સિસના કેપ્ટન પવન કુમાર અને કેપ્ટન તુષાર મહાજન પંપોરમાં શહીદ થયા હતા.


comments powered by Disqus