પત્નીને પૈસા અને પાકિસ્તાનને પુરાવા...
જેટલા પણ આપો એટલા ઓછા પડે....
•
માત્ર કાશ્મીરનો ધારાસભ્ય જ બેધડક એની પત્નીને કહી શકે છેઃ ‘મેહબૂબા સે મિલને જા રહા હું... દેરી હોગી!’
•
દક્ષિણ ભારતનાં લગ્નની પત્રિકામાં ‘આરએસવીપી’નો મતલબ શું થાય?
રસમ, સાંભાર, વડા, પયસ્સમ....
પંજાબી શાદીમાં આરએસવીપી મતલબઃ
રોટી, શોટી, વોટી તે પેગ!
બાકી ગુજરાતી કંકોત્રીમાં તો સૌ જાણે છેઃ
રોકડા સાથે વહેલા પધારજો!
•
ગાય, ભેંસ, હાથી વગેરે પાસેથી શું શીખવા મળે છે?
એ જ કે ઘાસ અને શાકભાજી ખાઈને રોજ ચાલ ચાલ કરવાથી પણ વજન ઘટતું નથી!
•
ભગાના બાપાએ ભગાને છોકરી સાથે ફરતો જોઈ લીધો... થોડા દિવસ બાદ...
ભગોઃ યાર આ પ્રેમ પણ ખરેખર કલરફૂલ
હોય છે.
ગગોઃ એ કેવી રીતે?
ભગોઃ યાર મારા બાપાએ મને ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ કરતો જોઈ લીધો. બસ પછી તો મારા બાપાએ મારો ગાલ લાલ કરી નાખ્યો અને છોકરીના બાપાએ એના હાથ પીળા કરી નાખ્યા.
•
સુનીલઃ કેમ રાજુ આજે તું ઉદાસ છે?
રાજુઃ શું કરું? મારી ફેક્ટરીમાં આગ
લાગી ગઈ.
સુનીલઃ શાની ફેક્ટરી હતી?
રાજુઃ આગ બૂઝાવવાના સાધનો બનાવવાની.
•
મરતી વખતે પતિએ પત્નીને કહ્યું, ‘મારા મર્યા બાદ તું રામલાલ સાથે લગ્ન કરી દેજે.’
પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું, ‘રામલાલ સાથે? પણ એ તો તમારો સૌથી મોટો દુશ્મન છે.’
પતિઃ હા, હું એની સાથે બદલો લેવા માગું છું.
•
એક મહિલાએ તેની અભિનય કારકિર્દીના પહેલા જ નાટકમાં ઝઘડાળુ પત્નીનો સફળ અભિનય કર્યો અને લોકોએ તેના ખૂબ વખાણ કર્યાં.
નાટક પછી એક પત્રકારે પૂછ્યુંઃ પહેલી વારમાં જ આટલા સફળ અભિનયનું રહસ્ય શું?’
મહિલાઃ એમાં કાંઈ મોટી વાત નથી. મંચ પરના સાથી કલાકાર સાથે બોલતી વખતે મેં સતત મનમાં એ જ વિચાર્યું હતું કે હું મારા પતિ સાથે વાત
કરું છું.
•
છગન શાકભાજીની દુકાને ગયો અને વીણી વીણીને એક તરફ મૂકવા લાગ્યો.
દુકાનદારઃ સાહેબ, આટલા બધા શાકભાજી લેવાનાં છે કે પછી ખાલી ખાલી અલગ કરો છો?
છગનઃ ભાઇ, પહેલાં અલગ કરીને ઘરવાળીને વોટ્સએપ કરીશ... જો તે પસંદ કરશે તો જ લઈશ.
•
જમાઈ સળંગ બે અઠવાડિયા સુધી સાસરિયામાં રોકાયા.
સાસુઃ જમાઈ પાછા ક્યારે જાવ છો?
જમાઇઃ કેમ?
સાસુઃ બહુ દિવસ થઈ ગયા...
જમાઈઃ તમારી દીકરી તો ૬-૬ મહિના સુધી મારે ત્યાં રહે છે...
સાસુઃ એ તો લગ્ન કરીને ત્યાં આવી છે...
જમાઈઃ તો મને શું અહીં અપહરણ કરીને લાવવામાં આવ્યો છે?!
•
એક વાર બસના કંડકટરે એક છોકરાને પૂછ્યુંઃ તું દરરોજ દરવાજા પાસે ઊભો રહે છે. શું તારો બાપ ચોકીદાર છે?
છોકરો બહુ નટખટ હતો, તેણે કહ્યુંઃ તમે રોજ મારી પાસેથી પૈસા કેમ માગો છો. શું તમારા પિતા ભિખારી છે?
