હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 18th January 2017 05:23 EST
 

રમેશ સવારે ઘરેથી ઓફિસ જવા નીકળ્યો તો બિલાડી આડી ઉતરી...
જોતાં જ રમેશ ગભરાઈને ઊભો રહી ગયો... આ જોઈને બિલાડી ઊભી રહી ગઇ અને હસવા લાગી અને બોલી, ‘ભાઈ તું તો પરણેલો છે. તારું હવે આનાથી વધુ કંઈ ખરાબ ના થઈ શકે. તું તારે જા...’

બોસઃ તમારા લગ્ન થઈ ગયાં?
પપ્પુઃ હા, એક છોકરી સાથે થયાં છે.
બોસઃ લગ્ન તો એક છોકરી સાથે જ થાય ને..
પપ્પુઃ ના રે, મારી બહેનના તો એક છોકરા સાથે થયા છે.

પપ્પુ ગાડી ધોઈ રહ્યો હતો.
એટલામાં પસાર થઈ રહેલાં એક આન્ટીએ પૂછ્યુંઃ ગાડી ધોઈ રહ્યો છે?
પપ્પુઃ ના, પાણી પીવડાવી રહ્યો છું, કદાચ મોટી થઈને બસ બની જાય...!

રમેશ કાને ફોન લગાવી ક્યારનો ઊભો
હતો, પરંતુ એક શબ્દ પણ બોલતો નહોતો. આમને આમ અડધો કલાક વીતી જતાં બાજુમાં બેઠેલા મહેશથી રહેવાયું નહીં. આથી તેણે કહ્યુંઃ ભાઈ, છેલ્લા અડધા કલાકથી તેં કાને ફોન લગાવેલો છે, પણ એક શબ્દ પણ બોલ્યો નથી હજી સુધી...
રમેશઃ યાર, હું મારી પત્ની સાથે વાત કરી રહ્યો છું!

ગગોઃ યાર પત્ની પિયર ગઇ છે. રોજ રાત્રે તેને ફોન કરીને એક કલાક વાત કરવી પડે છે.
ભગોઃ સારું જ કહેવાયને આ તો. સુખના દિવસો કહેવાય આને...
ગગોઃ શું યાર, જતાં જતાં ધમકી આપીને ગઈ છે કે, જે દિવસ ફોન નહીં કરું, બીજી જ ગાડીમાં પાછી આવી જઇશ.

આનો જવાબ તો ગૂગલ પાસે પણ નહીં હોય કે, છોકરીઓ એકલી હોય ત્યારે પણ છીંક ખાઈને ‘સોરી’ કોને કહેતી હશે.

ગૃહ શાંતિ મંત્રઃ
‘તું બહુ જ સુંદર અને પાતળી લાગે છે. ઘરનું કામ પણ કેટલું કરે છે.’
ઉપરનો મંત્ર ઘરમાં દરરોજ ત્રણ વાર રટવાથી પરિવારમાં કાયમ શાંતિ રહે છે. અને આ મંત્ર રટનારને આ જૂઠનું પાપ પણ લાગતું નથી.

ચિંટુએ તેના દોસ્તને કહ્યુંઃ તું તારી કંપનીમાં સૌથી વધુ કામ કરતા કર્મચારીને કેવી રીતે ઓળખી લે છે?
પિંટુઃ હું ખાસ કંઇ કરતો નથી. દરેકના મોબાઈલની બેટરી ચેક કરાવડાવું છું. જેની ૯૮ ટકા મળે છે, તે કર્મચારી વધુ કામ કરે છે.

બંટીઃ પપ્પા આપણી અટક તો વાઘ છે, તો પણ તમે મમ્મીથી કેમ આટલા ડરો છો?
પપ્પાઃ બેટા, તારી મમ્મીની પિયરમાં સરનેમ વાઘમારે છે ને એટલે...

જમવા બેઠેલા પતિએ પત્નીને બૂમ પાડીને કહ્યુંઃ જાનુ, સાંભળે છે, આજે જે શાક તે બનાવ્યું છે, તે શેનું છે?
પત્ની ખુશ થઈ બોલીઃ કેમ, બહુ સારું છે?
પતિઃ ‘ના ના, આ તો હું મર્યા પછી સ્વર્ગમાં જઉં તો ત્યાં પૂછશે ને કે શું ખાઈને મર્યાં એટલે કહેતા ફાવે.’

ભગાના બાપાએ ભગાને છોકરી સાથે ફરતો જોઈ લીધો. થોડા દિવસ બાદ.
ભગોઃ યાર આ પ્રેમ ખરેખર કલરફૂલ હોય છે.
ગગોઃ એ કેવી રીતે?
ભગોઃ યાર મારા બાપાએ મને ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ કરતો જોઈ લીધો. બસ પછી તો મારા બાપે મારો ગાલ લાલ કરી નાખ્યો અને છોકરીના બાપે એના હાથ પીળા કરી નાખ્યા.


comments powered by Disqus