એક બ્રાહ્મણનું મૃત્યુ થયું. તે સ્વર્ગની વેઇટિંગ લાઈનમાં ઊભા હતા. તેની આગળ એક કાળા ચશ્મા, જિન્સ, પહેરીને યુવક ઊભો હતો.
ધર્મરાજઃ કોણ છે તું?
યુવકઃ બસ ડ્રાઇવર છું.
ધર્મરાજઃ આ લે સોનાના તારની બનેલી શાલ અને અંદર આવીને ગોલ્ડન રૂમ લઈ લે.
ધર્મરાજ (બ્રાહ્મણને)ઃ કોણ છે તું?
બ્રાહ્મણઃ હું બ્રાહ્મણ છું અને ૪૦ વર્ષોથી લોકોને ભગવાનને વિશે કથા કરીને ધર્મજ્ઞાન આપતો હતો.
ધર્મરાજઃ લો આ સુતરાઉ વસ્ત્ર અને અંદર આવીને ઝૂંપડું લઈ લો.
બ્રાહ્મણઃ ભગવાન આ તો હળાહળ અન્યાય છે. બેફામ સ્પીડે ગાડી ભગાવનારને સોનાની શાલ અને જેનું પૂરું જીવન તમારા વિશે જ્ઞાન આપવામાં વિતાવ્યું એવા મને સુતરાઉ વસ્ત્ર અને ઝૂંપડું?
ધર્મરાજઃ બેટા, પરિણામનું ફળ છે આ તો. જ્યારે તું જ્ઞાન આપતો હતો ત્યારે મોટા ભાગના ભક્તો ઊંઘતા રહેતા હતા, પરંતુ જ્યારે આ બેફામ સ્પીડે ગાડી ચલાવતો ત્યારે લોકો દિલથી ભગવાનને યાદ કરતા હતા.
•
દારૂબંધી પછી બિહાર ખરેખર બદલાઈ રહ્યું છે.
પહેલાં તો દારૂ પીને કોઈ સડક પર પડી રહ્યું હોય તો કોઈ પૂછવા પણ નહોતું આવતું. હવે તો એવાને બીજાઓ બેઠો કરે છે. નવડાવે છે. લીંબુપાણી પીવડાવે છે અને બિચારો જરાક હોંશમાં આવે તો પૂછે છે.
‘યાર, કિધર સે મિલી?’
•
ડોક્ટરઃ પેટમાં તકલીફ છે... શું ખાધું હતું?
પેશન્ટઃ બર્ગર, ફ્રેન્ચ ફ્રાય, કોક અને ચીઝ કોર્ન પિઝા!
ડોક્ટરઃ બેન, આ મારું ક્લિનિક છે, ફેસબુક નથી અને તમે સ્ટેટ્સ અપડેટ નથી કરી રહ્યા! સાચું કહો શું ખાધું હતું?
બેનઃ ટીંડોળાનું શાક, ઠંડો રોટલો અને સાથે ખાટી છાશ.
•
પપાઃ બેટા ભણવાનું કેવું ચાલે છે?
દીકરોઃ બસ ચાલતું-ચાલતું બહુ દૂર નીકળી
ગયું છે.
•
કરસનકાકાઃ બહુ કમર દુઃખે છે, જરા જાને બાજુવાળા ચમનિયાના ઘરેથી આયોડેક્સ લેતી
આવે ને...
કાકીઃ એ નહિ આપે, બહુ કંજૂસ છે...
કરસનકાકાઃ હા, કંજૂસ તો બહુ છે જ માળો, સારું ચાલ કબાટમાંથી આપડો જ આયોડેક્સ આપ. આજે તો બહુ દુઃખે છે કમર.
•
એક છોકરી પરફ્યુમ લગાવીને બસમાં ચડી.
એક છોકરાએ કોમેન્ટ કરી કે...
આજકાલ ફિનાઇલનો ઉપયોગ કંઇક વધારે પડતો થઈ રહ્યો છે.
છોકરીઃ તેમ છતાં કોક્રોચ પીછો છોડતા નથી.
•
વ્યસનની સરળ વ્યાખ્યા સમજાવતું ઉદાહરણઃ
એક સ્કૂલનાં ફોર્મમાં જ્યારે વિદ્યાર્થીઓને ‘પરમેનન્ટ એડ્રેસ’ વિશે પૂછવામાં આવ્યું તો એક વિદ્યાર્થીએ લખ્યું વ્હોટ્સએપ!
•
પિતાઃ તારે ગર્લફ્રેન્ડ છે કે નહીં?
દીકરોઃ ના પપ્પા...
પિતાઃ લે, આજકાલ તો બધાને હોય છે. તારે જ કેમ નથી? થોડોક સોશિયલ બનતાં શીખ.
દીકરો (શરમાતાં-શરમાતાં)ઃ એમ તો એક છે પપ્પા...
પિતા (ચપ્પલથી મારતાં-મારતાં)ઃ હમમમ્, હવે ખબર પડી, બેટમજી કેમ નાપાસ થયા!!!
•
છોકરીઃ હાઈ બેબી, બહુ યાદ આવે છે તારી.
છોકરોઃ હજી સેલરી નથી થઈ.
છોકરીઃ સારું, ચલ બેબી... બાય, પપ્પા આવે છે.
•
એક ભિખારીએ દરવાજે આવી બૂમ પાડીઃ એકાદી રોટલી આપજે બહેન, બહુ ભૂખ લાગી છે.
અંદરથી અવાજ આવ્યોઃ અહીં તારા જીજાજી પણ ભૂખ્યા જ છે. તારી બહેન પિયર ગઈ છે.
