હળવી ક્ષણોએ...

Wednesday 19th October 2016 06:16 EDT
 

ચિંટુઃ મમ્મી, મને એક ગ્લાસ પાણી આપ ને.
મમ્મીઃ જાતે લઈ લે.
ચિંટુઃ પ્લીઝ આપ ને.
મમ્મીઃ જો હવે માગ્યું તો થપ્પડ ખાઈશ.
ચિંટુઃ જ્યારે થપ્પડ મારવા આવે ત્યારે પાણી લેતી આવજે!

રામુને ચોરીના આરોપસર કોર્ટમાં જવું પડ્યું.
જજઃ રામુ, તું કહે છે કે તેં એક જ સાચી ચોરી છે તો પછી તેં દુકાનમાં પાંચ વાર ધાડ કેમ મારી હતી?
રામુઃ સાહેબ, શું કરું, મારી પત્નીને સાડીનો કલર અને ડિઝાઇન ગમતા ન હતા!

પત્નીઃ સાંભળો છો, આપણો છોકરો આજ-કાલ બહુ પૈસા ઉડાવે છે. જ્યાં પણ સંતાડું, શોધીને વાપરી જ આવે છે...
પતિઃ એક કામ કર એની જ ચોપડીઓમાં સંતાડવાનું રાખ. એની એકઝામ સુધી તો નહીં જ શોધી શકે.

કંજૂસે મીઠાઈની દુકાન ખોલી.
અખબારમાં જાહેરાત આપી
‘હેલ્પર જોઈએ.’
યોગ્યતા - ડાયાબિટીસ ફરજિયાત.

ઝિબ્રા ક્રોસિંગ પર આમથી તેમ ચાલી રહેલા નટુને જોઈને ગટુએ પૂછયુંઃ ‘તું આમથી તેમ ચાલી રહીને અહીં ઝિબ્રા ક્રોસિંગ પર શું કરી રહ્યો છે.’
નટુઃ ‘યાર, હું એ વિચારું છું કે, આ આવડો મોટો પિયાનો છે તો વાગતો કેમ નથી.’

પતિઃ જમવાનું તૈયાર થતા કેટલી વાર?
પત્નીઃ બે કલાક
પતિઃ ઠીક છે. તો પછી હું હોટેલમાં જ
જમી આવું.
પતિઃ અરે પંદર મિનિટ ઊભા રહો.
પતિઃ કેમ હવે પંદર મિનિટમાં જમવાનું
બની જશે.
પત્નીઃ ના રે, હું પંદર મિનિટમાં તૈયાર થઈને સાથે આવું છે.

નટુએ મોબાઇલ કંપનીના કસ્ટમર કેરમાં ફોન કરીને પૂછયું મારી ભેંસ મારું સિમ કાર્ડ ગળી ગઈ છે.
કસ્ટમર કેર કર્મચારીઃ તો એમાં હું શું કરી શકું?
નટુઃ મારે તો ફક્ત એટલું જ પૂછવું છે કે તમે કોઈ રોમિંગ ચાર્જ તો નથી લગાડતા ને.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું કોલેજમાં સંમેલન હતું
અધ્યાપકે વિદ્યાર્થીઓને પૂછ્યુંઃ
‘આપણી કોલેજમાં કોલેજ કાળ દરમિયાન તમારો કોઈ કડવો અનુભવ?’
એક વિદ્યાર્થી ઊભો થઈ બોલ્યોઃ
‘હું અને મારી વાઈફ આ જ કોલેજમાં મળ્યા હતા.’

રમેશઃ અલ્યા સાંભળ્યું કે તને નોકરીમાંથી કાઢી મૂક્યો.
સુરેશઃ હા, મારી ઉપર ચોરીનું આળ મૂક્યું હતું.
રમેશઃ તારે એમને સાબિત કરવાનું કહેવું જોઈએને?
સુરેશઃ કહ્યું હતું...
રમેશઃ તો પછી શું થયું?
સુરેશઃ એમણે સાબિત કરી દીધું.

ટીચરે ટીંકુને કહ્યુંઃ ઈરાદા મજબૂત હોય તો પથ્થરમાંથી પણ પાણી પેદા કરી શકાય.
ટીંકુઃ મેમ, હું તો લોખંડમાંથી પણ પાણી નીકાળી શકું છું.
ટીચરઃ એ કેવી રીતે?
ટીંકુઃ હેન્ડ પંપ વડે.


comments powered by Disqus