આઈલવર્થમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા

Wednesday 20th April 2016 06:46 EDT
 
 

લંડનઃ તાજેતરમાં ભારતીય મૂળના ૨૮ વર્ષીય વિદ્યાર્થી સાહિલ રોયની થોડાક પાઉન્ડની લેતીદેતીની બાબતે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના આઈલવર્થમાં સમરવુડ રોડ પર આવેલી આઈવી બ્રીજ એસ્ટેટ ખાતે તેના ઘર નજીક  બની હતી.  ઘાયલ સાહિલે મદદ માટે બૂમો મારતા તેની માતા ત્યાં દોડી ગઈ હતી. સાહિલે ગળું કપાયેલી લોહી નીતરતી હાલતમાં માતાના ખોળામાં અંતિમ શ્વાસ લીધાં હતા.  પોલીસે ૨૮ વર્ષીય અઝીમ ઈસ્સાની ધરપકડ કરીને ઓલ્ડ બેલી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.


comments powered by Disqus