ભારતીય વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત

Wednesday 20th April 2016 06:43 EDT
 
 

લંડનઃ એમબીએનો અભ્યાસ કરી રહેલા ભારતીય મૂળના ૩૩ વર્ષીય વિદ્યાર્થી મીર બાકર અલી રિઝવીનું ઓસ્ટર્લી લંડન અંડરગ્રાઉન્ડ સ્ટેશને ટ્યૂબ ટ્રેન નીચે આવી જતાં મોત થયું હતું. હૈદરાબાદના મિરાલમ મંડી વિસ્તારમાં રહેતો રિઝવી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ૨૦૦૯માં લંડન આવ્યો હતો.  
બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે આ બનાવ હત્યાનો હોવાનો ઈનકાર કર્યો હતો. આગામી સમયમાં કોરોનર જ તેના મોતના કારણને સત્તાવાર સમર્થન આપશે તેમ પોલીસે ઉમેર્યું હતું. તેનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હોય તેવું લાગતું નથી અને તેના પરિવારને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. આ અંગે કોરોનર દ્વારા ફાઈલ તૈયાર કરાશે.


comments powered by Disqus