હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 20th January 2016 05:35 EST
 

સોનિયાજી અને રાહુલબાબા કોર્ટમાં ગયા. બહાર એમના ટેકેદારો સુત્રો પોકારી રહ્યા હતા. જેથી જજસાહેબ બોલ્યા ‘ઓર્ડર... ઓર્ડર...’
સોનિયાજીઃ એંઇ ઇન્દિરા કી બાહુ હું... મેંઇ કિસી સે નંઇ ડરતી...
રાહુલઃ મમ્મી, જજસાહેબ આપકો 'ઓર-ડર' નહીં, 'ઓર્ડર' કહ રહે હૈં
જજઃ આપ કો અપની સફાઈ મેં ક્યા કહના હૈ?
સોનિયાજીઃ હમ બકાસુર હૈં!
રાહુલઃ મમ્મી, બકાસુર નહીં, બેકસુર, બેકસુર..
જજઃ ઠીક હૈ, અદાલત આપ દોનોં કો પચાસ-પચાસ હજાર મેં બેલ દેતી હૈ...
રાહુલઃ જજ સાહબ, બેલ કો હમ ક્યા કરેંગે ? હમેં ગાય દે દિજીયે!
જજઃ (સુબ્રમણ્યમ સ્વામીને) આઈન્દા ઐસે લોગોં પર કેસ કિયા તો તુમ્હેં હી જેલ કે અંદર કર દેંગે!

પત્નીએ દારૂ પીને આવેલા પતિને કહ્યું: હવેથી જો તું દારૂ પીને ઘરે આવ્યો તો હું તને મારા હોઠને અડવા પણ નહીં દઉં.
પતિઃ હમમમમમ્...
પત્નીઃ હવે શું વિચારમાં પડી ગયો?
પતિઃ નક્કી કરી રહ્યો છું કે...
પત્નીઃ શું નક્કી કરી રહ્યો છે?
પતિઃ નક્કી કરી રહ્યો છું કે ૧૮ વર્ષ જૂની બ્લેક લેબલ રાખવી કે ૪૬ વર્ષ જૂના કાળા હોઠ...

પતિ-પત્ની લગ્નમાં જતા હતા. રસ્તામાં પંચર પડયું. બન્ને નીચે ઉતર્યાં. પતિ ટાયર બદલવાના કામે વળગ્યો. પત્નીએ કચકચ ચાલુ કરી.
કેમ પંચર પડયું? હવા નો'તી પુરાવી? ટાયર જૂનું છે? સ્પેર-વ્હીલ છે? ટાયર બદલવાનું સાધન છે? તમને ફાવશે ને? કપડાંનું ધ્યાન રાખજો...
લગ્નમાં જવાનું છે...
એવામાં એક બાઈકવાળો આવ્યો. એણે પૂછ્યું, ‘હું કંઇ મદદ કરું?’
પતિએ કહ્યું : ‘હા ભાઈ, તમે થોડી વાર મારી પત્ની જોડે ગપ્પાં મારો ને, ત્યાં સુધી હું ટાયર બદલી લઉં!’

છોકરો: મારી સાથે લગ્ન કરી લે...
છોકરી: પણ હું તારી સાથે લગ્ન શું કામ કરું? એક કારણ આપ.
છોકરો: મારા પપ્પા બહુ મોટા માણસ છે...
લગ્ન પછી છોકરીને ખબર પડી, છોકરાના પિતા ૧૦૬ વર્ષના છે!

ચીંટુ:બોલ ભાઈ, કેમ છે....
મીંટુ: બસ મજામાં...
ચીંટુ: બાકી બોલ, ભણવાનું કેવું ચાલે છે?
મીંટુ: ભાઇ, મિત્ર છે તો મિત્રની જેમ રહે છે, સગાં-વહાલાંની જેમ પંચાત શું કામ કરે છે?

પતિ-પત્ની વચ્ચે લગભગ એક કલાકથી ઝઘડો ચાલી રહ્યો હતો.
લગભગ એક કલાક ઝઘડા બાદ પત્નીએ માત્ર એક વાક્ય કહ્યું અને એમાં આખો વિવાદ પૂરો થઈ ગયો. પત્નીએ ક્યું વાક્ય કહ્યું હતું?
‘તમારે મારી સામે જીતવું છે કે જીંદગીભર સુખી થવું છે.’

જજઃ તેં છેલ્લા દસ વર્ષથી તારી પત્નીને ડરાવી, ધમકાવીને દબાવી રાખી છે.
અપરાધીઃ એ તો જજ સાહેબ...
જજઃ મારે સફાઈ નથી જોઈતી, આ તેં કઇ રીતે કર્યું એ કહે ને ભાઈ.

દારૂની પાર્ટી બાદ પતિ પત્નીને ફોન કરે છેઃ
‘ડાર્લિંગ હું આજે રાત્રે ઘરે નહીં આવી શકું કારણ કે ગાડીનું સ્ટરિંગ, બ્રેક, ગિયર બધું જ ચોરાઈ ગયું છે અને અત્યારે આટલી મોડી રાત્રે રિક્ષા પણ નથી અહીં...’
કલાક પછી ફરીથી ફોન કરે છેઃ ‘હું હમણાં આવું જ છું, ડાર્લિંગ. ભૂલથી પાછળની સીટ પર બેસી ગયો હતો.


comments powered by Disqus