હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 21st December 2016 05:08 EST
 

એક ભાઈ દવાખાનામાં મરવાની અણીએ હતા અને સંતાનોને વહેંચણી કરતા હતા.
મોટી દીકરાનેઃ નેહરુનગરના ૧૫ બંગલા તારા...
વચેટ દીકરાનેઃ નવરંગપુરાના ૨૫ ફ્લેટ તારા....
નાના દીકરાનેઃ સેટેલાઈટની બન્ને સોસાયટીઓ તારી...
આ સાંભળીને ત્યાં ઊભેલી નર્સે ભાઈની પત્નીને કહ્યુંઃ બહેન, તમે તો બહુ નસીબવાળાં છો. તમારા પતિ તો બહુ પૈસાવાળા છે.
પત્નીઃ તંબૂરો નસીબવાળી, દૂધવાળો છે મારો ઘરવાળો.

છોકરો: બાપા, તમે ઉધાર ખાંડ મંગાવી એમાં દુકાનવાળાએ દોઢસો ગ્રામ ઓછી આપી.
બાપા: વાંધો નહિ બેટા, આપણી તો દોઢસો ગ્રામ જ ગઈ, દુકાનવાળાની તો સાડા આઠસો ગ્રામ ગઈ...

દેશમાં નવી અફવા ફેલાઈ રહી છે કે નરેન્દ્ર મોદી એ રાજા વિક્રમનો નવો અવતાર છે અને કેજરીવાલ એ વેતાલનો નવો અવતાર છે... જે મોદીના ખભે ચડીને રોજ ઊંધાચત્તા સવાલો કરે છે અને જવાબ મળતાંની સાથે ગાયબ થઈ જાય છે.

એક વાર ૧૦ ડોક્ટરોએ મળીને એક હાથીનું ઓપરેશન કર્યું. એ પછી મોટા ડોક્ટરે નર્સને કીધું, ‘જુઓ, કોઈ ઓજાર પેટમાં રહી તો નથી ગયું ને?’
નર્સ: ના સર, પણ એક ડોક્ટર નથી દેખાતા...

પુરુષ મરચા જેવો તીખો અને તેજ હોય છે, પરંતુ સ્ત્રી ગમેતેટલા તીખા મરચાનું પણ અથાણું બનાવી જ દે છે.

આલિયાને નવી નોકરી મળી. પહેલા જ દિવસે મોડી રાત સુધી કોમ્પ્યુટર પર કામ કરતી રહી. બીજા દિવસે બોસે પૂછયું, ‘વાહ બહુ કામ કર્યું?’
આલિયાઃ ના રે, આ તો કી-બોર્ડમાં એબીસીડી લાઇનસર નહોતી એટલે મેં ઉખાડીને બધી ચાંપો ફરી ફીટ કરી.

રાહુલ ગાંધી: હું વિદેશી સાહિત્યથી માહિતગાર થવા શેકસપિયરનાં પુસ્તકો વાંચી રહ્યો છું.
આલિયા: અરે વાહ! એના લેખક કોણ છે?

સાધુઃ અમે વર્ષો સુધી વાત નથી કરતા તેને મૌનવ્રત કહીએ.
એક દુઃખી ભક્તઃ પ્રભુ અમે તેને લગ્ન કહીએ...!

‘મારી પત્ની તો આરસની મૂર્તિ છે’, આવું કોઈ કહે તો, જરા પણ ઇર્ષા ના કરવી.
કેટલાક લોકોને ‘ગોળને ગોર’ અને ‘દાળને દાર’ કહેવાની આદત હોય છે.

પત્નીઃ તમને ઝાડ પર ચઢતાં આવડે છે.
પતિઃ ના.
પત્નીઃ તો તો તમારા કરતાં વાંદરા સારા કહેવાય.
(પતિને લાગી આવ્યું. ૧૫ દિવસ પ્રેક્ટિસ કરીને ઝાડ પર ચઢતાં શીખી ગયો.)
પતિઃ મને ઝાડ પર ચડતાં આવડી ગયું છે.
પત્નીઃ તો તમારા અને વાંદરામાં ફરક શું!

પત્નીએ પતિને કહ્યું બેન્કમાં એક પણ રૂપિયો જમા ના કરાવ્યો તો પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નોટીસ આવીઃ કંઈક તો કમાઓ... બેશરમ!!!


comments powered by Disqus