બેટાઃ તને ઈનામ કેવી રીતે મળ્યું?
પુત્રઃ વાદ-વિવાદમાં એક કલાક બોલવા માટે.
પિતાઃ સરસ, પણ વિષય કયો હતો.
પુત્રઃ ઓછું બોલવાથી થતા ફાયદા.
•
એક બેંકમાં લૂંટારુઓ આવ્યા. લૂંટારુઓ ચોરી કરી જઈ રહ્યા હતા, જતા-જતા તેમણે એક વ્યક્તિના માથા પર પિસ્તોલ તાકીને પૂછયું - તેં અમને ચોરી કરતા જોયા છે? પેલાએ હા પાડી તો તેને ગોળીથી ઉડાવી દીધો. હવે એ લૂંટારુ મગન પાસે આવ્યો અને બોલ્યોઃ શું તેં અમને બેંક લૂંટતા જોયા છે?
મગનઃ નહીં, મેં તમને નથી જોયા પણ (પોતાની પત્ની તરફ ઇશારો કરીને) આમણે જરૂર જોયા છે.
•
પિતાઃ રીંકુ બેટા, ગણિતમાં પચાસમાંથી પાંચ જ માર્કસ કેમ આવ્યા?
રીંકુઃ પણ પપ્પા તમે જ તો કહ્યું હતું કે વધારે મેળવવાની લાલચ ન રાખવી જોઈએ.
•
નટુઃ ડોક્ટર સાહેબ, તમારી સારવારથી મને ઘણો ફાયદો થયો છે.
ડોક્ટર ગટુઃ મને એ યાદ નથી આવતું કે મેં તમારી ક્યારે સારવાર કરી હતી.
નટુઃ તમે મારી નહીં, પરંતુ મારા કાકાની સારવાર કરી હતી. એ સ્વર્ગમાં સિધાવ્યા અને હું તેમનો એકમાત્ર વારસદાર હોવાથી તેમની બધી જ મિલકત મને મળી છે.
•
૧૨ વર્ષ જેલમાં સજા કાપ્યા પછી પતિ મેલાં અને ફાટેલાં કપડાંમાં ઘરે પહોંચ્યો.
ઘરે પહોંચ્યો કે તરત તેની પત્ની તાડુકીઃ ક્યાં જતા રહ્યા હતા ક્યારનાય? તમે તો બે કલાક પહેલા છૂટી ગયા હતા...
પતિ જેલમાં પાછો જતો રહ્યો.
•
પત્નીઃ તમે કદી મને હીરા-મોતી ખરીદીને નથી આપ્યા?
પતિએ એક મુઠ્ઠી ભરીને માટી પત્નીના હાથમાં આપી.
પત્નીઃ આ શું છે?
પતિઃ મેરે દેશ કી ધરતી સોના ઊગલે, ઊગલે હીરે-મોતી!
•
પપ્પુએ અરીસામાં પોતાને જોઈને ઊભો રહ્યો હતો ને વિચારવા માંડ્યો.
અચાનક એને યાદ આવ્યુંઃ અરે આ તો એ જ છે કે જે કાલે મારી જોડે વાળ કપાવવા બેઠો હતો.
•
અપમાન કોને કહેવાય?
વહુ (સાસુને)ઃ તમારા છોકરાનાં તો એકેય લક્ષણ સારાં નથી.
સાસુઃ વહુ બેટા, તમારી વાત સો ટકા સાચી છે, એટલે જ તો તેને સારી છોકરી ના મળી.
•
છોકરોઃ તારે બોયફ્રેન્ડ છે.
છોકરીઃ ના.
છોકરોઃ થેન્ક ગોડ... I Love you.
છોકરીઃ પણ મારે તો ગર્લફ્રેન્ડ છે.
•
મમ્મીઃ તું શું કરે છે દીકરા?
દીકરોઃ પોકેમોન ગો રમું છું.
મમ્મીઃ પોકેમોન પકડવા બહાર જાય તો ૧૦૦ ગ્રામ કોથમીર લેતો આવજે.
•
સ્વિટીએ ઇલેક્ટ્રિશિયન મંગલુને ફોન કર્યો.
સ્વિટિઃ મેં તમને ચાર દિવસ પહેલાં ફોન કર્યો હતો કે અમારો ડોરબેલ ખરાબ થઈ ગયો છે. તમે હજુ સુધી કેમ આવ્યા નથી.
મંગલુઃ હું તો દરરોજ આવું છું ને ડોરબેલ વગાડું છું પણ કોઈ દરવાજો ખોલતું જ નથી.
•
એક આંધળો માણસ આર્મીના ભરતી મેળામાં આવ્યો.
મેજરઃ તને અમે કયા કામ માટે રાખીએ.
આંધળો માણસઃ આડેધડ ફાયરિંગ માટે.
