અમદાવાદઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવનકાર્યને આલેખતી પુસ્તિકા `મેઘાણી-ગાથા: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જીવનવૃત્તાંત’ પ્રગટ થઇ છે. જેમાં તેમના જીવનની મહત્વની ઘટનાઓનું સવિસ્તર આલેખન છે. તેમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, કવિવર ટાગોર, રવિશંકર મહારાજ સાથે ઝવેરચંદ મેઘાણીનાં સંભારણાંનો ઉલ્લેખ છે. ઉપરાંત ‘કસુંબીનો રંગ’, ‘કોઈનો લાડકવાયો’, ‘છેલ્લો કટોરો’, ‘છેલ્લી પ્રાર્થના’, ‘મન મોર બની થનગાટ કરે’, ‘ચારણ-કન્યા’ જેવાં લોકપ્રિય કાવ્યોની રચના પાછળની રોચક કથાનું નિરૂપણ છે. આ પુસ્તકનું સંકલન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ કર્યું છે.

