આજના જમાનાના અકબર-બિરબલ.
અકબરઃ ચાલ બિરબલ, મને કહે તો, આપણા દરબારમાં સૌથી વધુ અને સારું કામ કોણ કરે છે?
બિરબલઃ દરબાર બોલાવો. હું કહી દઈશ.
અકબરે બધાને બોલાવ્યા. બિરબલે એમાંથી એકનો હાથ પકડી લાવ્યો અને કહ્યું, આ જ કરે છે સૌથી સારું અને સૌથી વધુ કામ.
અકબરઃ તને કેવી રીતે ખબર પડી?
બિરબલઃ બપોર પડવા આવી છતાં તેના મોબાઇલની બેટરી ૮૮ ટકા છે.
•
જોવાની વાત એ છે કે મોદીએ આમ કરવું જોઈએ અને ધોનીએ તેમ કરવું જોઈએ એવું કહેનારા ઘરે ટમેટાંનું શાક બનાવવાનું કહીને ગયા હોય, અને કારેલાંનું શાક બન્યું હોય... તો કંઈ કહી શક્તા નથી. સમજ્યા?
•
પત્નીઃ એય કહું છું સાંભળો છો આ માળિયામાંથી ડબો ઉતારી આપોને. મારો હાથ નથી પહોંચતો. ટૂંકો પડે છે.
પતિઃ તો જીભનો ઉપયોગ કર. એ તો બહુ
લાંબી છે.
•
પતિઃ એક ગ્લાસ પાણી લાવજે ને.
પત્નીઃ તરસ લાગી છે?
પતિઃ ના, આ તો જરા ચેક કરવું છે કે, ગળું લીક થાય છે કે નહિ.
•
શિક્ષકઃ જો આપણી સ્કૂલની સામે કોઈ બોમ્બ મૂકી જાય તો શું કરશો?
પીંટુઃ ૫થી ૧૦ મિનિટ રાહ જોઈએ. જો કોઈ લેવા ન આવે તો સ્ટાફ રૂમમાં જમા કરાવી દેવાનો ...
નિયમ ઈ નિયમ.
•
પત્નીઃ બાપુજી છેલ્લી ઘડીએ કંઈ બોલ્યા હતા?
પતિઃ ના... બા બાજુમાં જ હતા.
•
શું જમાનો આવ્યો છે...
૧૩ વર્ષનો છોકરો પ્રેમ કરે છે.
૭૦ વર્ષના ડોસા લગ્ન કરે છે અને જેને આ બધું કરવું જોઈએ એ લોકો સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરે છે.
•
એક માણસ લગ્ન માટે મેરેજ હોલ બુક કરાવવા ગયો. ઓફિસ તો બંધ હતી, પણ બહાર એક નોટિસ મારેલી હતી એટલે તેણે ટાઇમપાસ માટે નોટિસ વાંચવાની શરૂ કરી. અંદર લખ્યું હતું કેઃ ઓફિસ બપોરે ૧થી ૩ વચ્ચે બંધ રહેશે. આ દરમિયાન તમે ફરી એક વાર વિચાર કરી શકો છો.
•
ભગોઃ જજ સાહેબ મને ડિવોર્સ જોઈએ છે.
જજઃ કેમ.
ભગોઃ મારી પત્ની એક વર્ષથી મારી સાથે વાત જ નથી કરતી.
જજઃ વિચારી લે,
ભાઈ. આવી પત્ની તો નસીબવાળાને જ મળે.
•
‘લોકો ગમે તેવા તેલમાં તળેલાં વડા-સમોસા ખાય છે...
ગટરના પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે...
ફૂટપાથ પર ઉડતી ધૂળ પાસે ભાજીપાઉં ખાય છે...
કોલ્ડ ડ્રિન્ક્સનું ઝેર રૂપિયા ખર્ચીને પેટમાં ઉતારે છે...
સિગારેટ ફૂંકે છે, તમાકુ ચાવે છે, માવા ખાઈ પિચકારીઓ મારે છે...
પણ અમારા જેવા ડોક્ટર કંઇ દવા લખી આપે તો પૂછે છે, ‘સાહેબ, આની કંઈ સાઈડ-ઇફેક્ટ તો નહીં થાય ને?’
•
એક પતિએ તેની પત્નીને ચીઢવવા ઓફિસ જતાં પત્નીને કહ્યુંઃ બાય, ચાર બાળકોની અમ્મા.
પહેલા દિવસે તો પત્નીએ મજાક સમજીને ખાસ કઈ રિસ્પોન્સ ના આપ્યો. પછી તો આ રોજનું થઈ ગયું. રોજ પતિ ઓફિસ જતાં પહેલાં આમ જ બાય કહેવા લાગ્યો. હવે એક દિવસ પત્નીએ પતિને સબક શીખવાડવાનું નક્કી કર્યું. પતિના બાયના જવાબમાં પત્નીએ કહ્યુંઃ બાય, બે બાળકોના પપ્પા.
પતિદેવ હજી શોકમાં જ છે.
