હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 23rd March 2016 06:30 EDT
 

ત્રણ ખૂંખાર કૂતરાંને લઈને ફરતાં એક સજ્જનને નટુએ પૂછ્યું, ‘સાહેબ, આ તમારા કૂતરાંના નામ શું છે?’
એ સજ્જને જવાબ આપ્યો, ‘ગટુ, રાજુ અને વિનુ.’
નટુએ પૂછ્યું, ‘તમારું નામ શું છે?’
એ સજ્જને કહ્યું, ‘મારું નામ ટોમી છે.’

નટુઃ ડોક્ટર, મને સ્પષ્ટ જણાવો કે મને કયો રોગ થયો છે?
ડોક્ટર ગટુઃ તમે ઘણું ખાવ છો, ઘણો દારૂ પીઓ છો અને તમારી આળસની કોઈ હદ નથી.
નટુઃ થેન્ક યુ, સર... હવે તમે આ વાત તમારા લેટરહેડ પર લેટિન ભાષામાં લખી આપો જેથી હું એક અઠવાડિયાની રજા લઈ શકું.

માલ્યા-કાંડનો એકમાત્ર બોધ આ છેઃ જ્યારે અમીર લોકો પોતાનું દેવું નથી ચૂકવી શકતા ત્યારે એમને ‘દેશ’ છોડવો પડે છે અને ગરીબ ન ચૂકવી શકે તો તેણે ‘દેહ’ છોડવો પડે છે!

પેલો ચાની કિટલીવાળો પણ ખરો નીકળ્યો... વાયદો તો ઈટલીવાળાને વિદેશ ભગાડવાનો કર્યો હતો, અને ભગાડી દીધો આ બાટલીવાળાને!

બધા પૂછી રહ્યા છે ભાઈ, મહિલા દિવસ તો ગયો, પણ પુરુષ-દિવસ ક્યારે છે?
તો શાંતિ રાખો, આવી જ રહ્યો છે પહેલી મેના દિવસે.... ‘મજૂર દિવસ’

એક યુવતી બજારમાં ફ્રૂટ લેવા ગઈ.
યુવતીઃ ભાઈ, આ સફરજન શું ભાવ આપ્યાં.
ફ્રુટવાળોઃ ૧૦૦ રૂપિયાના ૧૦ નંગ.
યુવતીઃ અરે આ તો બહુ મોંઘા કહેવાય. થોડોક સરખો ભાવ કહો.
ફ્રુટવાળોઃ સારુ બેન, ૮૦નાં આઠ લઈ જાઓ, બસ...
યુવતીઃ હમમમ, હવે બરાબર...

પત્નીઃ બોલો આજે પુલાવ બનાવું કે બિરિયાની.
પતિઃ એક કામ કર, તું પહેલાં બનાવી લે, પછી નામ રાખીએ આપણે.

છોકરોઃ ડ્રેસ બહુ સરસ છે.
છોકરીઃ થેન્ક્સ.
છોકરોઃ લિપસ્ટિક પણ સરસ છે.
છોકરીઃ થેન્કસ.
છોકરોઃ મેક-અપ પણ સરસ છે.
છોકરીઃ થેન્ક્યુ... ભાઈ.
છોકરોઃ છતાંયે સારી તો નથી જ લાગતી.

પપ્પુએ દુકાનદારને કહ્યુંઃ તમે તેલ તો આપી દીધું પણ એની સાથેની ગિફ્ટ ના આપી?
દુકાનદારઃ એની સાથે કોઈ ગિફ્ટ આવતી જ નથી.
પપ્પુઃ આ પેક પર તો લખ્યું છે કે, ‘કોલેસ્ટ્રોલ ફ્રી.’

શાકવાળોઃ સાહેબ શાક લેવાનું છે કે, માત્ર જોવા જ આવ્યા છો.
ભગોઃ પહેલાં બરાબર જોઈને, ફોટા પાડીને પત્નીને વોટ્સએપ કરીશ, પછી એ જે પસંદ કરે એ લઈશ.
શાકવાળાને હજી સુધી હોશ નથી આવ્યા.

પુરુષ મરચા જેવો તીખો અને તેજ હોય છે, પરંતુ સ્ત્રી ગમેતેટલા તીખા મરચાનું પણ અથાણું બનાવી જ નાખે છે.

રાજકારણી નટુએ શહીદોના માનમાં યોજાયેલા સમારંભમાં ભાષણ કરતાં કહ્યું, ‘હું પણ સરહદ પર જઈને દેશની સેવા કરવા માંગું છું. પરંતુ મને એ જ ખબર નથી પડતી કે બંદૂકમાંથી ગોળીઓ છોડતી વખતે બંદૂકનું મોંઢું કઈ બાજુ હોવું જોઈએ?’
ભાષણ સાંભળતો ગટુ જોરથી બોલી ઊઠ્યોઃ નેતાજી, તમે સરહદ પર તો જાઓ, તમે બંદૂકનું મોઢું ગમે તે બાજુ રાખીને ગોળી છોડો, અંતે દેશનું ભલું થવાનું છે ને?’


comments powered by Disqus