ગામની એક છોકરી ઘર છોડીને ભાગી ગઈ. ત્રણ દિવસ પછી પાછી આવી. બાપાએ ગુસ્સામાં પૂછ્યું, 'હવે શું લેવા આવી છે ?'
છોકરી: 'પાતળી પીનનું ચાર્જર!'
•
'આપણા કલ્પેશનું નક્કી કર્યું...'
'સરસ. કેવા છે સામેવાળા લોકો ?'
'એકદમ આપણા જેવા..'
'લે, તો પણ કર્યું?'
•
પતિએ ફેસબુકમાં સ્ટેટસ માર્યું : 'અફાટ નીલા આકાશમાં... ઊંચે ઊડી ક્ષિતિજને આંબવાનું મન થાય છે આજે...'
પત્નીએ કોમેન્ટ મૂકી: 'જમીન પર પાછા આવો ત્યારે દૂધની થેલી લેતા આવજો...'
•
પત્નીનો મોબાઇલ ચેક કરતા પતિને એક નંબર દેખાયો: 'આઇરન મેન'
પતિને ટેન્શન થઈ ગયું. પત્નીને પૂછ્યું, 'સાચું બોલજે.. કોણ છે તારો આ આઇરન મેન?'
•
પત્ની: અરે ઇસ્ત્રીવાળો છે!
તૌહફે મેં ગુલાબ
લેકર મત આના
કબ્ર પે ચિરાગ
લેકર મત આના
ગરમી બહોત હૈ દોસ્ત
બિયર કે સાથ
બહુત સારા...
'આઇસ' લેકર આના!
