જાણીતા ભાષવિદ ડો. જગદીશ દવેનું સન્માન

Wednesday 30th November 2016 06:55 EST
 
 પ્રસ્તુત તસવીરમાં ડાબેથી મેગેઝિન ‘પ્રવાસી સંસાર’ના તંત્રી રાકેશ પાંડે, જગદીશભાઇ દવે અને ડો. બલવંતભાઇ જાની
 

લંડનના હેરો સિવિક સેન્ટરમાં ગત ૧૯ નવેમ્બરે યોજાયેલા કાર્યક્રમમાં ડાયસ્પોરા ભાષાવિદ-કવિ જગદીશ દવેનું હેરોના મેયર રેખાબહેન શાહના હસ્તે શાલ, સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. માનવસેવા તેમજ હિંદી ભાષાના પ્રસાર માટે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ‘કથા યુકે’ અને ભારતના મેગેઝિન ‘પ્રવાસી સંસાર’ના સંયુક્ત ઉપક્રમે મુશાયરો/કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘પ્રવાસી સંસાર’ મેગેઝિનના દશાબ્દિ ઉજવણી ઉત્સવ પ્રસંગે જગદીશ દવેના સન્માનનો આ કાર્યક્રમ યોજાયો હતો. ‘કથા યુકે’ના તેજેન્દ્ર શર્માએ ડો. જગદીશ દવેનો પરિચય આપતા જણાવ્યું હતું કે ભાષા, ભાષા વિજ્ઞાન, સાહિત્ય અને ડાયસ્પોરા સમાજ માટે ડો. દવેએ બ્રિટનમાં સાડા ત્રણ દાયકા સુધી જે સેવા કરી છે તેને બિરદાવીને તેમને M.B.E.ની પદવી અપાઈ હતી. કાર્યક્રમમાં GLA સદસ્ય નવીનભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જગદીશ દવે તથા ૨૦ કવિઓએ તેમની કૃતિનું પઠન કર્યું હતું. ‘ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય’ના સંશોધક સંપાદક ડો. બલવંત જાનીએ ડો. દવેને અભિનંદન પાઠવ્યા હતા. ‘પ્રવાસી સંસાર’ના તંત્રી રાકેશ પાંડેએ આભાર પ્રવચન કર્યું હતું.


comments powered by Disqus