હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 30th November 2016 05:47 EST
 

જટીલમાં જટીલ સમસ્યાનો એક કલાકમાં ઉકેલ લાવવાનો દાવો કરતા તાંત્રિક બાબા ભૈરવનાથ ૪ હજાર રૂપિયા માટે ૫ કલાકથી બેન્કની લાઈનમાં ઉભા છે.

ત્રસ્ત પતિનો સવાલ: મેં મારી પત્નીના ખાતામાં પાંચ લાખ જમા કરાવ્યા છે. હવે ઈન્કમટેક્ષવાળા તેને પકડી તો જશે ને?

બદલવા દે મેરે નોટ એ ગાલિબ
યા વો જગહ બતા દે જહાં કતાર ન હો

ગંભીર રીતે બિમાર પડેલા પતિને લઈ પત્ની ડોક્ટર પાસે પહોંચી.
ડોક્ટરઃ તમારા પતિને રોજ સ્વાસ્થ્યવર્ધક નાસ્તો આપવાનું રાખો... તેમને ખુશ અને સારા મૂડમાં રાખો. ટેસ્ટી લંચ અને ડિનર બનાવો અને તમારા પ્રોબ્લેમની તેમની સાથે ચર્ચા ન કરો. તેમની સામે ટીવી સીરિયલો ન જુઓ. નવા કપડાંની ડિમાન્ડ ન કરો. જો આટલું એક વર્ષ સુધી કરશો તો તમારા પતિ સારા થઈ જશે.
પતિ અને પત્ની દવાખાનેથી ઘરે આવી રહ્યા હતા. ત્યારે પતિએ પત્નીને પૂછયું, ‘ડોક્ટરે શું કહ્યું?’
પત્નીઃ તમારું બચવું મુશ્કેલ છે.

ગોલ્ફ રમતા બે પ્લેયરો છેક ૧૮મા હોલ સુધી પહોચી ગયા હતા. જેને શોટ મારવાનો હતો એ માણસ વારે પડતો ટાઇમ લઈ રહ્યો હતો.
'શું વાત છે, આટલો નર્વસ કેમ લાગી રહ્યો છે ?'
'શું કહું યાર? મારી વાઇફ ક્લબ હાઉસની બાલ્કનીમાંથી મને ક્યારની જોઈ રહી છે અને મારે પરફેક્ટ શોટ લગાડવો છે...'
'વાહિયાત વિચારો ના કર દોસ્ત! આટલે દૂરથી તું એને કોઈ હિસાબે હિટ ના કરી શકે!'

બન્ટી: મમ્મી, તેં મને ખોટું કીધું હતું...
મમ્મી: સ્પીક ઇન ઇંગ્લિશ ઓન્લી...
બન્ટી: મોમ યુ લાઇડ ટુ મી. યુ સેઇડ માય સિસ્ટર ઇઝ એન્જલ, બટ શી ડીડ નોટ ફ્લાય વ્હેન આઇ પુશ્ડ હર ફ્રોમ બાલ્કની...
મમ્મી: ડોબા! ગધેડા! તારી નાની બહેનને બાલ્કનીમાંથી નીચે ફેંકી દેવાય?
બન્ટી: બહેનને કશું નથી થયું. હું તો તારું ઇંગ્લિશ ચેક કરતો હતો!
(સારઃ મગજ છટકે ત્યારે માતૃભાષા જ યાદ આવે)

એક કોલેજિયનઃ હું નાળિયેરના ઝાડ ઉપર ચઢી જાઉં તો એન્જિનિયરિંગ કોલેજની છોકરીઓને જોઈ શકીશ.
બીજો કોલેજિયનઃ હા, પણ ઉપર જઈને હાથ છોડી દઈશ તો મેડિકલ કોલેજની છોકરીઓને પણ જોઈ શકીશ!

ચમનલાલઃ યાર, ડોક્ટરે મારી આંખોની રોશની માટે લીલા ઝાડ જોવાનું કહ્યું છે, પણ અમારી કોલોનીમાં તો દૂર-દૂર સુધી ઝાડ નથી!
મગનઃ એમાં ચિંતા કરવાની જરૂર નથી, ભાભીને ચાર-પાંચ લીલી સાડી ખરીદીને આપી દે.
ચમનઃ પણ ડોક્ટરે મને ઝાડ જોવાનું કહ્યું છે, પહાડ જોવાનું નહિ!

મકાનમાલિકે ‘મકાન ખાલી છે’નું બોર્ડ લગાવી રાખ્યું હતું. સાથે એવું પણ લખ્યું હતું કે ‘આ મકાન એ લોકોને આપવામાં આવશે જેને બાલ-બચ્ચાં ન હોય!’
પપ્પુ મકાનમાલિક પાસે ગયો અને કહ્યું, ‘આ મકાન મને ભાડે આપી દો, મારે ફક્ત મા-બાપ જ છે!’


comments powered by Disqus