જાપાનીઝ નોટવીડનો કાળો કેર

Wednesday 31st August 2016 10:36 EDT
 
 

મિત્રો, પ્રસ્તુત તસવીર બર્મિંગહામમાં રહેતા નસરીન અખ્તરની છે. પરંતુ તેમના ઘરના ગાર્ડનની ચારે તરફ જે વેલ – વનસ્પતિ દેખાય છે તે કુખ્યાત અને કાળો કેર વરતાવતી જાપાનીઝ નોટવીડ નામની વેલની છે. આ વેલને ભલભલા વીડ કીલર કે કેમિકલ બાળી શકતા નથી. તમારે તેને મૂળીયા સાથે ઉખાડવી પડે અને પછી સુકવીને બાળવી પડે. આ વેલ રોજના ૨૦ સેન્ટી મીટર સુધી વિકસે છે. આકરા કાયદા મુજબ આ જાપાનીઝ નોટવીડનો નીકાલ તમે ગમે ત્યાં કરી શકતા નથી.
મહત્વની હકિકત એ છે કે આ વેલ જો તમારા જ નહિં પડોશીના ગાર્ડનમાં પણ ઉગી ગઇ તો મર્યા જ સમજો. કારણ કે આ વેલના મૂળીયા ઘરના પાયાને હચમચાવી મૂકી ઘરને નુકશાન કરે છે. આ વેલ હોય તો ઘરને મોર્ગેજ આપતા બેન્ક પચાસ વખત વિચારે છે. એટલે ઘર વેચવાની શક્યતાઅો નહિંવત થઇ જાય છે. આ વેલ દૂર કરવાના ઉપાય છે પણ તે ખર્ચાળ અને લાંબા ગાળાના છે. નસરીન અખ્તરે પોતાના બે બેડરૂમના ઘરને વેચવા ત્રણ એજન્ટ બદલ્યા અને ૨૦ વખત લોકો ઘરને જોવા આવ્યા હતા પરંતુ કોઇ તેનું ઘર ખરીદવા તૈયાર નથી. નસરીન અત્યારે વિવિધ વિભાગો સાથે આ વેલ દૂર થાય તે માટે લડે છે.


comments powered by Disqus