આરટીઓ ચેકપોસ્ટ કૌભાંડમાં એસીબીએ જીઆઇપીએલના એક્સ સીઇઓ વિનોદકુમાર શર્માની ધરપકડ કર્યા બાદ કંપનીના ઓડિટર અશોક છાજેડની ૨૩મી એપ્રિલે એરપોર્ટ પરથી ધરપકડ થઈ છે. જીઆઇપીએલ કંપનીએ ટેન્ડર પ્રક્રિયાના નિયમોનો ભંગ કરીને કંપનીમાં કામ કરતાં ઓડિટર અશોક છાજેડની પત્ની અને પુત્રને લાખોનો ફાયદો થાય તે રીતે ભરતીના કોન્ટ્રાકટ મેળવ્યા હતા.
