અમદાવાદઃ વર્ષ ૨૦૦૮માં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના સૂત્રધારો પૈકીનો આલમઝેબ અફ્રિદી હાલમાં અમદાવાદ પોલીસની પકડમાં છે. પોલીસને તેના એક મેસેન્જરમાં ISIS સાથે તેણે કરેલી ચેટિંગની વિગતો તાજેતરમાં મળી છે. જેમાં દેશમાં આતંકી હુમલાના પ્લાનથી માંડીને તેના પોતાના સીરિયા જઈને યુદ્ધ લડવાના ઈરાદાઓની જાણ પોલીસને થઈ છે.
