અમદાવાદઃ આશ્રમરોડ પરની સિટી પલ્સ સિનેમાના માલિક અર્પિત મહેતાની ગાંધીનગર જિલ્લાના કુડાસણ ગામની સીમની કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં ખંડણીખોર ગોવા રબારીના સાગરીત રાજુ ઉર્ફે અણદેજ રબારીએ મળતિયા સાથે મહેતાની ઓફિસમાં તેને ઢોર માર માર્યો હતો. આ અંગે અર્પિતની પોલીસ ફરિયાદ પછી ૮મી માર્ચે ફરી અર્પિત અને તેના પરિવાર પર રાજુ અણદેજ તથા ભાવેશ રબારીએ બે રાઉન્ડ ગોળીબાર કર્યા અને નાસી ગયા હતા. આ અંગે ક્રાઈમ પોલીસે મહેતાની ફરિયાદના આધારે રાજુ રબારી તથા ભાવિન ઉર્ફે ભાવેશ કમાભાઈની ૨૨મી એપ્રિલે ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા.
