લંડનઃ આગામી ગુરુવાર, પાંચ મેના રોજ લંડનનિવાસીઓ ચાર વર્ષની મુદત માટે લંડનના મેયર અને એસેમ્બલી મેમ્બર્સને ચૂંટવા માટે મતદાન કરશે. આ ચૂંટણીઓ મહત્ત્વની છે, જે લંડનનું સુકાન કોના હસ્તક રહેશે તેનો નિર્ણય કરશે. અમે તમામ લંડનવાસીઓને તેમની લોકશાહી ફરજ અદા કરવા અને લંડનના ભવિષ્યને આકાર આપવા મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરીએ છીએ.
નવીન શાહે આઠ વર્ષ સુધી લંડન એસેમ્બલીમાં સેવા આપી છે અને બ્રેન્ટ અને હેરો મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા લંડન એસેમ્બલીમાં પુનઃ ચૂંટાવા માટે ઉમેદવારી નોંધાવી છે.

