દમણ ખાતે આવેલી એક કોલેજમાં ભણતી ૨૦ વર્ષીય વિદ્યાર્થિની સોશિયલ મીડિયાના માધ્યમથી આણંદની એન્જિનિયરીંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં ૧૦ જેટલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવી હતી. ૨૧મી એપ્રિલે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ યુવતીને ભીમપોર લઇ ગયા હતા અને તેની પર ગેંગરેપ ગુજાર્યો હતો. ત્યારબાદ તેને આણંદ ખાતે વિદ્યાર્થીઓના આવેલા ફલેટ ખાતે લઈ જઈ ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીને દમણ ખાતે છોડી દેવાઇ હતી. યુવતી અને તેનાં પરિવારજનોએ ૨૫મી એપ્રિલે દમણ પોલીસમાં બળાત્કારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ૧૧ વિદ્યાર્થીઓની પોલીસે અટક કરી છે. જોકે પોલીસે ઘટનાની તપાસ ચાલી રહી હોવાથી આરોપી વિદ્યાર્થીઓના નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે.
