અમદાવાદના કામીજલા ખાતે ૧૪ ફેબ્રુઅારી ૨૦૧૬માં ઇન્ટરનેશનલ લોહાણા મહાપરિષદનું ભવ્ય સંમેલન યોજાયું હતું જેમાં ભારત સહિત વિશ્વભરના દેશોમાંથી લગભગ બે લાખથી વધુ લોહાણા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નવા નિયુક્ત થયેલા લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી પ્રવિણભાઇ કોટકઅા પ્રસંગે ઇન્ટરનેશનલ લોહાણા ટીમની નિયુક્તિ થઇ હતી. યુ.કે. લોહાણા મહાપરિષદના ચેરમેન રશ્મિભાઇ ચતવાણી અને લોહાણા મહાપરિષદ-યુકેના વિમેન્સ ચેરપર્સન કૃષ્ણાબેન પૂજારા, પબ્લીક રિલેશન્સ અોફીસર યુ.કે. અજયભાઇ જોબનપુત્રા અને ચેતનભાઇ અમલાણી પબ્લીક રિલેશન્સ અોફીસર- મીડલેન્ડ તથા હેમુભાઇ ચંદારાણાની પ્રભારી-લેસ્ટર તરીકે નિયુક્તિ કરાઇ છે. પૂ. મોરારીબાપુ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી અાનંદીબેનના હસ્તે અા સૌનું સન્માન કરાયું હતું. અમદાવાદ ખાતે વરણી કરાયેલ યુ.કે.ની અા ટીમ દ્વારા યુ.કેના અગ્રગણ્ય લોહાણાઅોનું એક સંમેલન ટૂંક સમયમાં યોજવાનો પ્લાન તૈયાર થઇ રહ્યો છે.

