સાઉથ હેરોના અદ્યતન ધામેચા હોલમાં રવિવારે (૧૭ જુલાઇ) "લોહાણા કોમ્યુનિટી-નોર્થ લંડન"ની સ્થાપનાને ૪૦ વર્ષ પૂરાં થતાં સમાજની સિધ્ધિદાયક યશગાથા રજૂ કરતા એક ભવ્ય સમારોહનું અાયોજન કરાયું હતું. અા તકે સમાજના ઉત્થાન- પ્રગતિમાં નોંધપાત્ર ફાળો અાપનાર સમાજના છ જેટલા અગ્રણી સભ્યોને સન્માનપત્ર અાપી સન્માનિત કરાયા હતા.શ્રી ધનજીભાઇ ડી. તન્નાને LCNLના પ્રમુખ શ્રી વિનોદભાઇ ઠકરાર સન્માનિત કરી રહ્યાા છેશ્રી અમૃતલાલ રાડીઅાને પ્રમુખશ્રી વિનોદભાઇ ઠકરાર સન્માનિત કરી રહ્યાા છેશ્રીમતી કોકીબેન વસાણીને શ્રી યતીનભાઇ દાવડાના હસ્તે એવોર્ડ અાપી સન્માનિત કરાયાંમનસુખભાઇ રાયચૂરાનું સન્માન કરી રહેલા શ્રી યતીનભાઇ દાવડા શ્રી જનુભાઇ કોટેચાને અને પ્રમુખ શ્રી વિનોદભાઇ ઠકરારને પણ દિનેશ ઠકરારના હસ્તં એવોર્ડ અાપી સન્માનિત કરાયા હતા

