અમદાવાદઃ શહેરના હાર્દસમાન મણિનગર વિસ્તારમાં ટાટાની પ્રતિષ્ઠિત જ્વેલરી બ્રાન્ડ તનિષ્કના નવનિર્મિત શો-રૂમનો પ્રારંભ થયો છે. ૨૦૦૫થી આ વિસ્તારના રહેવાસીમાં આગવી વિશ્વસનીયતા અને લોકપ્રિયતા મેળવનાર આ શો-રૂમને નવો લુક આપવામાં કસ્ટમર્સની સગવડ-સુવિધાની વિશેષ કાળજી લેવાઇ છે. જેમ કે, હવે બે ફ્લોરના અને આધુનિક લુક ધરાવતા સ્ટોરની અંદરની તનિશ્કની લેટેસ્ટ અને એક્સક્લુસિવ જ્વેલરીનું મનમોહક ક્લેક્શન છે. તો બહારના ભાગે આ વિસ્તારની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ગ્રાહકો માટે સુવ્યવસ્થિત પાર્કિંગની સગવડ પણ છે.
૫૦૦૦ સ્કવેર ફીટમાં ફેલાયેલા આ વિશાળ શો-રૂમમાં કસ્ટમર્સને જ્વેલરીની પસંદગી-ખરીદીમાં સુગમતા રહે તે માટે વેડિંગ ઝોન, હાઇ વેલ્યુ ડાયમંડ ઝોન એમ વિવિધ વિભાગોમાં ક્લેક્શન રજૂ કરાયું છે. આ તમામ કલેક્શન દર ત્રણ મહિને બદલાતું રહેતું હોવાથી કસ્ટમરને અહીં આધુનિકતમ ડિઝાઇન મળી રહે છે. એક સમય હતો જ્યારે મણિનગરના લોકો નવીન ઘાટ-ઘડામણની જ્વેલરી માટે સી. જી. રોડ કે આશ્રમ રોડ તરફ નજર દોડાવતા હતા, પરંતુ છેલ્લા એક દસકા કરતાં પણ સમયથી તનિશ્ક શો-રૂમ (મણિનગર) તેમની પ્રથમ પસંદ બન્યો છે. અહીં તેમને મનપસંદ ડિઝાઇનથી માંડીને વિશ્વસનીયતા સુધીનું બધું એક જ સ્થળે મળી રહે છે.
તનિશ્કના અન્ય શો-રૂમની જેમ અહીં પણ ગોલ્ડન હાર્વેસ્ટ સ્કીમ ઉપલબ્ધ છે. જેમાં વ્યક્તિએ દસ મહિના સુધી દર મહિને હપ્તામાં રકમ ભરવાની હોય છે. ૧૧મા મહિને વ્યક્તિ જ્વેલરી ખરીદી શકે છે. આ સમયે તેને બોનસ ઉપરાંત તે સમયે ચાલતી સ્કીમનો લાભ પણ મળે છે. સંતાનના લગ્નપ્રસંગનું આયોજન કરી રહેલા પરિવાર માટે આ યોજના બહુ લાભદાયક છે.
ઉલ્લેખનીય છે કે વિખ્યાત જ્વેલરી બ્રાન્ડ તનિશ્કની ગુજરાતની ફ્રેન્ચાઇઝી ધરાવતા જતીનભાઇ પારેખ તાજેતરમાં જ લંડન પ્રવાસે આવ્યા હતા. તેમના સહયોગ અને પ્રેરણા થકી જ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ દ્વારા શ્રવણ સન્માન અને વડીલ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું.
• વધુ માહિતી માટે સંપર્કઃ તનિશ્ક શો-રૂમ
શોપ નં. જી-૨ અને જી-૩, સેફ્રોન-૧, જગાભાઇ પાર્ક, મણિનગર, અમદાવાદ - ફોનઃ (૦૭૯) ૬૬૦૯૦૪૭૦

