નંબરવાળા ચશ્મા ઉતારવાનો ઘરેલુ ઉપાય, ૧૦૦ ટકા સક્સેસની ગેરંટી સાથે. વર્ષોથી આ પ્રયોગ કરીને ઘણા લોકોએ નંબરવાળા ચશ્મા ઉતાર્યા છે.
સૌથી પહેલાં ડાબા હાથેથી ચશ્માની ડાબી દાંડી પકડો અને જમણા હાથથી જમણી દાંડી. હવે ધીમેથી ચશ્મા આગળની તરફ ખેંચો, ચશ્મા ઉતરી જશે.
હવે થેન્ક્યૂ ના કહેતા હોં...
•
જો ઘરવાળાં જમતાં જમતાં થોડું અથાણું માગે તો સમજી લેવાનું કે શાકમાં દમ નથી અને ડાયરેક્ટ કહેવાની હિંમત નથી.
•
૧૯૪૭ના જમાનામાં સારું હતું કે વોટ્સ-એપ નહોતું. નહિતર કોઈ ઘરમાંથી બહાર નીકળીને આઝાદીના જંગમાં જોડાયું જ ના હોત! બધા ઘરમાં બેઠાં બેઠાં દેશભક્તિના મેસેજો લખી લખીને ફોરવર્ડ કરતા હોત કે...
‘ઈસ કો ઈતના શેર કરો કે અંગ્રેજી લોગ હિન્દુસ્તાન છોડકર ભાગ જાયે...’
•
વો તો લડકિયોં કા
બસ નહીં ચલતા, ગાલિબ
વરના દૂધવાલે કો ભી
કહતી, ભૈયા, ઈસ મેં
ઔર કોઈ કલર નહીં હૈ?
•
સંતા એન્જિનિયર હતો. તેના ઘરમાં ઘણા બધા મચ્છર થઈ ગયા. પરેશાન થઈ તેણે મચ્છરદાની લગાવવાનું શરૂ કર્યું. પરંતુ મચ્છરદાનીમાં કાણું થઈ ગયું. આ કાણામાંથી મચ્છર અંદર ઘુસી જતાં અને કરડતાં હતા. તેને સિલાઈ તો આવડતી ન હતી કે મચ્છરદાનીના કાણાને સીવી લે. આખરે તેણે મગજ દોડાવ્યું અને મચ્છરદાનીમાં સામેની સાઈડ બીજું કાણું પાડી દીધું. બન્ને કાણા વચ્ચેથી એક પાઈપ લગાવી દીધો. હવે મચ્છરો એક કાણામાં ઘૂસે છે, પરંતુ પાઈપ વાટે સીધા બીજા કાણામાંથી નીકળી જાય છે. બોલો એન્જિનિયર્સના દિમાગની જય...
•
એક દિવસ પત્નીએ પતિને જાનવર
કહી દીધું.
પતિ આખો દિવસ ગુસ્સામાં રહ્યો.
પછી રાત્રે પત્નીએ પતિને સમજાવ્યાઃ તમે જ મારી ‘જાન’ છો અને તમે જ મારા ‘વર’. તો બોલો હવે, થયાને ‘જાનવર’.
•
એન્જિનિયર, ડોક્ટર એક શિક્ષકનેઃ હમારે પાસ બંગલા હૈ, ગાડી હૈ, નૌકર-ચાકર હૈ.. તુમ્હારે પાસ ક્યા હૈ?
શિક્ષકઃ મેરે પાસ ઉનાળા કા વેકેશન હૈ!
•
જો પત્ની કોઈ કારણસર ઝઘડીને અબોલા લઈને બેઠી હોય તો એને બોલતી કરવાનો ઉપાય...
રસોડામાં રાખેલી તમામ બરણીઓ અને બાટલીઓનાં ઢાંકણાં કચકચાવીને બંધ કરી દો...
•
પતિએ ઓફિસથી ઘરે આવીને પત્નીને કહ્યુંઃ વાહ, આજે ઘર એકદમ ચોખ્ખું દેખાય છે ને? શું વાત છે - વોટ્સ-એપ બંધ લાગે છે તારું?
પત્નીઃ ના એવું નથી, મારા મોબાઈલનું ચાર્જર મળતું નહોતું, તો એ શોધવામાં આખું ઘર સાફ કરી નાંખ્યું.
•
એક કરોડપતિ સ્ત્રીએ ટ્રાફિક સિગ્નલ પર એક ભિખારીને જોયો.
તેણે ધ્યાનથી જોયું અને ત્યાં જઈને બોલીઃ તારા ચહેરો જાણીતો લાગે છે, તું ઓળખે છે મને?
ભિખારીએ તરત જવાબ આપ્યોઃ મેડમ, આપણે બંને ફેસબુક ફ્રેન્ડ્ઝ છીએ.
•
ભારતરત્ન એવોર્ડ એવી પત્નીઓ માટે પણ જાહેર કરવો જોઈએ જે ૩૦૦ શબ્દ પ્રતિ મિનિટ બોલ્યા પછી પણ કહેતી હોય છે કે મારું મોંઢું ના ખોલાવશો.
