બજેટ ૨૦૧૬-૧૭ની જોગવાઇઓ ઉડતી નજરે....

Wednesday 02nd March 2016 05:28 EST
 
 

• હવે સિગારેટ ફૂંકવી મોંઘી થશે કેમ કે એક્સાઈઝ ડ્યુટીમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો કરાયો છે • ૨૦૧૮ સુધીમાં દેશના દરેક ગામમાં વીજળી પહોંચશે તેવો સરકારનો દાવો • ૩૫૦૦ મેડિકલ સ્ટોર્સ પ્રધાન મંત્રી જનઔષધિ યોજના અંતર્ગત ખોલાશે જ્યાં સસ્તી દવા મળશે • વર્ષે રૂ. એક કરોડ કે તેથી વધુ આવક હશે તો સરચાર્જ ૧૫ ટકા ચૂકવવો પડશે • એસયુવી કાર પર ૪ ટકા ટેક્સ વધતા કાર મોંઘી થઈ • ટરીવાળી કારોને છોડીને દરેક પ્રકારની કાર મોંઘી થઈ • ભાડાના મકાનમાં રહેતા લોકોને વર્ષે રૂ. ૬૦,૦૦૦ની ટેક્સ રાહત • ૫ લાખ સુધીની આવક પર ટેક્સમાં રૂ. ૩ હજારનો ફાયદો, નાના કરદાતાઓને રાહત • રૂ. ૫૦ લાખ સુધીનું મકાન ખરીદવા પર રૂ. ૫૦ હજારની વધારાની કરમુક્તિ • ૬૦ વર્ગમીટરની હાઉસિંગ સ્કિમ પર સર્વિસ ટેક્સ નહીં • ચાંદીને છોડીને અન્ય આભૂષણો પણ એક ટકા ટેક્સ • સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ થશે, જે અંતર્ગત પ્રત્યેક પરિવારને એક લાખ રૂપિયાનું સ્વાસ્થ્ય કવર અપાશે. પરિવારમાં ૬૦ વર્ષથી વધુ વયના જો બીમાર હશે તો વધારાના રૂ. ૩૦ હજારનું કવર મળશે • દોઢ કરોડ બીપીએલ પરિવારોને મહિલાઓના નામે વિનામૂલ્યે ગેસ કનેક્શન • આંબેડકર જયંતીએ ઈ-માર્કેટિંગ પ્લેટફોર્મ શરૂ થશે • વર્ષ ૨૦૧૬-૧૭ માટે કૃષિ ક્રેડિટ રૂ. ૯ લાખ કરોડ • નાબાર્ડમાં રૂ. ૨૦,૦૦૦ કરોડના બજેટ સાથે લાંબા સમય માટે સિંચાઈ યોજના • ત્રણ વર્ષમાં ૫ લાખ એકર જમીન ઓર્ગેનિક ફાર્મિંગ અંતર્ગંત સમાવાશે • બજેટમાં પ્રધાન મંત્રી પાક વીમા યોજના અંતર્ગંત રૂ. ૫ હજાર કરોડ ફાળવાયા • ગ્રામ પંચાયતો અને નગર પાલિકાઓ માટે રૂ. ૨.૮૭ લાખ કરોડની ફાળવણી • ૩૦૦ રુર્બન કલ્સ્ટર બનાવાશે • ૧૪ કરોડ ખેડૂતોને મુદ્રા સ્વાસ્થ્ય કાર્ડ અપાશે • ૧૫ હજાર કરોડ રૂપિયા ખેડૂતો પરના વ્યાજના બોજને ઓછો કરવામાં સહાય માટે ફાળવણી • જમીન માર્ગોને સુધારવા માટે રૂ. ૫૫ હજાર કરોડની ફાળવણી • ૧૬૦ એરપોર્ટને રાજ્ય સરકાર સાથે મળીને નવો ઓપ અપાશે • પ્રોવિડન્ડ ફંડ એકાઉન્ટમાં પહેલી એપ્રિલ કે તે બાદ જેટલી રકમ જમા થશે તેના ૬૦ ટકા રકમ પર ટેક્સ ચૂકવવો પડશે • પહેલી જૂનથી સર્વિસ ટેક્સ ૧૪.૫થી વધીને ૧૫ ટકા થશે • સરકારી બેન્કોને રૂ. ૨૫ હજાર કરોડનું ફંડ • કંપની એક્ટ ૨૦૧૩માં સુધારા થશે • હાયર એજ્યુકેશન માટે રૂ. એક હજાર કરોડ, ૧૫ હજાર મલ્ટી સ્કિલ સેન્ટર ખુલશે • એસસી, એસટી એજ્યુકેશન હબ બનાવાશે • શાળા-કોલેજોમાં ડિજિટલ સર્ટિફિકેટ અપાશે • દરેક સરકારી જિલ્લા હોસ્પિટલોમાં ડાયાલિસિસ થશે, સ્ટેન્ડઅપ સ્કીમ અંતર્ગત રૂ. ૫૦૦ કરોડ • ડેરી ઉદ્યોગ માટે ચાર નવી યોજના રજૂ થશે • મનરેગા અંતર્ગત સિંચાઇ માટે દેશમાં પાંચ લાખ કૂવા બનાવાશે • કચરામાંથી ખાતર બને તે માટે રાષ્ટ્રીય સ્તરની યોજના બનશે • આધાર કાર્ડ માટે નવો કાયદો ઘડાશે.

મહત્ત્વની યોજનાઓ માટે ફાળવણી
• રૂ. ૩૮,૫૦૦ કરોડ મનરેગા • રૂ. ૯૫૦૦ કરોડ નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ • રૂ. ૨૪,૦૦૫ કરોડ આદિવાસી યોજનાઓ માટે • રૂ. ૩૮૮૩૩ કરોડ એસસી યોજના માટે • રૂ. ૧૨૪૫ કરોડ લઘુમતી સમુદાયો માટે • રૂ. ૫૭૧૭ કરોડ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના • રૂ. ૧૯૦૦૦ કરોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના • રૂ. ૫૦૦૦ કરોડ ગ્રામીણ પેય જલયોજના • રૂ. ૧૧૩૦૦ કરોડ સ્વચ્છ ભારત અભિયાન • રૂ. ૧૫૦૦ કરોડ રાષ્ટ્રીય સ્વચ્છ સુરક્ષા યોજના • રૂ. ૨૮૦૧૦ કરોડ નેશનલ એજ્યુકેશન મિશન • રૂ. ૨૨,૫૦૦ કરોડ સર્વ શિક્ષણ અભિયાન • રૂ. ૨૦,૦૭૫ કરોડ પ્રધાનમંત્રી આવાસ યોજના • રૂ. ૧૮૦૪ કરોડ મેક ઇન ઇન્ડિયા • રૂ. ૨૦૫૯ કરોડ ડિજિટલ ઇન્ડિયા • રૂ. ૧૧૦૦ કરોડ સ્ટાર્ટ અપ ઇન્ડિયા • રૂ. ૨૫,૦૦૦ કરોડ બેંકોના રિકેપિટલાઇઝેશન માટે

બજેટથી શું મોંઘું થશે?
• બીડી સિવાયની સિગારેટ, ખૈની સહિતની તમાકુ બનાવટો • સોનાના ઘરેણાં, ઝવેરાત • સોફ્ટ ડ્રિંક્સ અને મિનરલ વોટર્સ • રૂ. ૧૦ લાખથી વધુ કિંમતની મોટરકાર • તમામ પ્રકારની સ્મોલ કાર • રૂ. ૧૦૦૦થી વધુ કિંમતના બ્રાન્ડેડ કપડાં, બ્યુટી પાર્લર અને જીમ • એલ્યુમિનિયમ ફોઈલ, પ્લાસ્ટિક બેગ, પ્લાસ્ટિકના દોરડાં • ઈન્ડસ્ટ્રીયલ સોલાર હીટર • હોટેલમાં ભોજન, ફોનનું બિલ, ટિકિટ બુકિંગ - જેમાં સર્વિસ ટેક્સ લાગતો હોય એવી દરેક સેવા.
બજેટથી શું સસ્તું થશે?
• માઈક્રોવેવ ઓવન, સોલાર લેમ્પ અને સેટટોપ બોક્સ • ડિજિટલ વીડિયો રેકોર્ડર • સીસીટીવી કેમેરા • બ્રોડબ્રેન્ડ મોડેમ અને રાઉટર • હાઈબ્રીડ ઈલેક્ટ્રિક વાહનો • ૬૦ ચો.મી. કદના મકાન • ડાયાલિસિસના સાધનો • પેન્શન પ્લાન • ચંપલ અને સેનેટરી પેડ્સ


comments powered by Disqus