વિસનગરઃ શહેરમાં સાંકળચંદ કેમ્પસમાં તાજેતરમાં સાડા સાત કલાકમાં ૧૫ હજાર વિદ્યાર્થીઓના દાંતની ચકાસણી કરી ગિનિસ બુકમાં નામ નોંધાવવા તથા વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી કરાઈ છે. આ ડેન્ટલ મેગા કેમ્પમાં ગિનિસ બુકની ગાઇડલાઇન પ્રમાણે તમામ કામગીરી થઈ હતી. અગાઉ આ રેકોર્ડ શ્રીલંકાના નામે હતો. પોલોન્નારુઆ ખાતે ધ સિગ્નલ બ્રાન્ડ ટીમ, શ્રીલંકા ઓફ યુનિલિવર તથા શ્રીલંકાના આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા કેમ્પમાં ૯૩૩૪ દર્દીઓએ ભાગ લીધો હતો. સાંકળચંદ પટેલ કેમ્પસમાં મેગા ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુંું હતું, જેમાં સાડા સાત કલાકમાં વિસનગર શહેર સહિત ૧૧ ગામડાંની ૫૦ સ્કૂલના ૧૫ હજાર વિદ્યાર્થીઓના દાંતની ચકાસણી કરી ગિનિસ બુકમાં નામ નોંધાવવા તથા વર્લ્ડ રેકોર્ડ માટે પોતાની દાવેદારી હતી.

