હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 02nd March 2016 05:33 EST
 

પહેલાં ૧૯૯૬માં..
કોકીલાબેનઃ રમાબેન, ઊભા રહોને, બે ઘડી વાતો કરીએ.
રમાબેનઃ ના હોં, મારે બહુ કામ છે. રસોઇ કરવાની છે. કપડાં વાસણ બાકી છે. બાબલાને તૈયાર કરી નિશાળે મોકલવાનો છે અને વળતા ઘંટીએથી દળણું લેતા આવવાનું છે...
આજે, ૨૦૧૬માં
નીતાઃ ચલ, જઉ છું મારે કામ છે...
મીતાઃ મારેય બહુ કામ છે... વોટ્સ એપ ચેક કરવાનું છે, ફેસબુકમાં નવી સેલ્ફી અપલોડ કરવાની છે, મારી નણંદે કેવી સેલ્ફી મુકી અને કેવા ડ્રેસ ખરીદ્યા એ જોઇને ચિબાવલીને કેટલી લાઇક મળી એ જોવાનું છે. ત્યાં સુધીમાં કેન્ડી-ક્રશની પાંચ લાઇક જીવતી થશે એટલે એ રમવાની છે. ચિન્ટુ સ્કુલેથી આવશે પછી મોબાઇલ ઝૂંટવી લેશે એટલે ટીવીમાં ‘સાથ નિભાના સાથિયા’ જોવાની, પછી ‘ગુડ ફૂડ’ પર સંજીવ કપૂરનો શો જોવાનો... એટલામાં સાસુએ રસોઇ કરી રાખી હશે એટલે જમીને પછી મારી મમ્મીને ફોન કરીને પૂછીશ કે મારી ભાભી તમને ઘરકામમાં મદદ કરે છે કે પછી ફોન અને સિરીયલોમાં જ ઘૂસેલી રહે છે? જો ને... કેટલાં બધાં કામ છે...

જો વહુ લીંબુની ખટાશ ખાતી હોય તો એવું સમજવાની જરૂર નથી કે ‘સારા દિવસો’ના ખુશખબર આવવાના છે...
જમાનો બદલાઇ ગયો છે.
કદાચ એ રાતની ‘ચઢી’ ગયેલી ઉતારતી પણ હોય!

માઃ આજે નિશાળે કેમ નથ ગ્યો, ગટુડા?
ગટુઃ કાલે નિશાળમાં બધાનું વજન કયરું તું...
માઃ તો શું થઇ ગ્યું?
ગટુઃ આજે વેચી દે તો?

એમણે કંદહારમાં વિમાન હાઇજેક કર્યું... આપણે 'જમીન' ફિલ્મમાં છોડાવી લીધું. એમણે મુંબઇમાં આતંક ફેલાવ્યો.. આપણે 'બેબી' અને 'ફેન્ટમ'માં હેડલી, લખવી અને હાફિઝ સઇદને મારી નાંખ્યા. એમણે દાઉદને આશરો આપ્યો... આપણે દાઉદને 'ડી-ડે' માં કીડનેપ કરીને ઇન્ડિયા લઇ આવ્યા..
હવે પઠાણકોટના હૂમલાનો પણ બદલો લઇશું... એક ફિલ્મ પ્રોડયુસર મળે એટલી વાર!

ગુજરાતીઓનાં ચાર ધામ ક્યા...?
દીવ, દમણ ને આબુ
અને પોતાના ઘરનું ધાબુ!

લીલી અને એની પાડોશણ ચંપા સોસાયટીના બગીચામાં બેઠાં બેઠાં વાતો કરી રહ્યા હતા. ‘બહેન હું બધા જ વ્રત કરી ચૂકી છું. પણ મુસીબતોથી છૂટકારો નથી મળતો... શું કરવું હવે મારે?
‘હવે મૌનવ્રત રાખ.’ ચંપા બોલી.

સંતા એક મેરેજમાં ગયો. ત્યાં જમવાની પ્લેટ પર ટિશ્યુ પેપર્સ પડેલા જોઈને વિચાર્યું કે આ કોઈ ખાવાની વસ્તુ લાગે છે. જેવું તેને ઉપાડી મોંમાં મૂકવા ગયો ત્યાં તો, બંતા બોલ્યોઃ ઓયે, ના ખાઈશ એ... બહુ જ ફિક્કી વસ્તુ છે.

પતિઃ સાહેબ મારી વાઈફ ગુમ થઈ ગઈ છે.
પોસ્ટ માસ્ટરઃ દેખાતું નથી તમને, આ પોસ્ટ ઓફિસ છે, પોલીસ સ્ટેશન નથી...
પતિઃ સાહેબ ભૂલ થઈ ગઈ. ખુશીના લીધે સમજણ જ ના પડી ક્યાં જાઉં?

સંતા-બંતાએ ભેગા થઈને પેટ્રોલ પંપ ખોલ્યો.
પણ આખો દિવસ કોઈ ગ્રાહક આવ્યું નહીં.
કેમ?
કારણ કે પેટ્રોલ પંપ પહેલા માળે હતો.

પાર્ટીમાં બધાં ડાન્સમાં મશગૂલ હતાં ત્યાં પત્નીએ પતિને આંગળીના ઇશારે બોલાવ્યા...
પતિ (આવીનેઃ) બોલ, શું કામ છે?
પત્નીઃ બસ કંઈ નહીં, આ તો હું આંગળીની તાકાત ચેક કરતી હતી.


comments powered by Disqus