અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાન પદેથી વિદાય લેતાં આનંદીબહેને નવી પરંપરા પાડીને ફેસબૂક દ્વારા રાજીનામુ જાહેર કર્યું હતું. આ મુદ્દે દેશભરમાં લોકોએ સોશિયલ મિડિયામાં જાતભાતની રમૂજી ચર્ચાઓ કરી હતી.
વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તાએ લખ્યું હતું કે સંભવતઃ આ પહેલી ઘટના છે, જ્યારે ચૂંટાયેલા લોક-પ્રતિનિધિએ ફેસબૂક દ્વારા રાજીનામાની જાહેરાત કરી છે. લેખિકા શોભા ડેએ લખ્યું હતું કે રાજકીય નિમણૂંકો પણ હવે ફેસબૂક દ્વારા થશે? આ બધી ચર્ચાને કારણે ટ્વિટરમાં સંભવત પહેલી વખત આનંદીબહેન ટ્રેન્ડમાં નંબર વન બન્યાં હતા.
અનેક ટ્વિટ્સ પૈકીની કેટલીક રસપ્રદ, રમૂજ કરતી, કાલ્પનિક વાતો રજૂ કરતી ટ્વિટ્સ...
• આનંદીબહેન પટેલે શા માટે ફેસબૂક પર રાજીનામું આપ્યું? શું તેઓ મોદીજીનો સીધો સંપર્ક નથી કરી શકતા?
• ફેસબૂકે હવે લાઈકની જેમ રિઝાઈન બટન પણ ઉમેરવું જોઈએ.
• હવે દરેક રાજ્યપાલે પણ પોસ્ટ વાંચીને કમેન્ટમાં રાજીનામાનો સ્વીકાર કરવો પડશે!
• બીજેપી લિડરશીપ આ રાજીનામાને લાઈક કરીને તેનો સ્વીકાર કરી શકે છે.
• આનંદીબહેને ફેસબૂક દ્વારા રાજીનામું આપ્યું એ મોદીજીની ડિજીટલ ઈન્ડિયાની સફળતા છે.
• નવો ટ્રેન્ડ સારો છે, ફેસબૂક દ્વારા રાજીનામું આપો, ટ્વિટર દ્વારા શપથ લો અને વોટ્સએપ પર કેબિનેટ બેઠક બોલાવો.
• ૭૫ વર્ષના થતાં પહેલા આનંદીબહેને રાજીનામું આપ્યું, જ્યારે શીલા દીક્ષિત ૭૮ વર્ષની વયે કોંગ્રેસના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર બન્યાં છે.
• પોતાનું ફેસબૂક એકાઉન્ટ ડિલિટ કરવા શિવરાજ સિંહ ચૌહાણે તત્કાળ મિટિંગ બોલાવી.

