હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 03rd February 2016 05:08 EST
 

પિતાએ જોયું કે દીકરો સવારે ઓફિસ જતાં પહેલાં જિન્સને બટન લગાવી રહ્યો હતો.
પિતાઃ બેટા અમે તારાં લગ્ન કરાવી દીધાં. હવે વહુ હોવા છતાં તારા જિન્સને બટન તારે જાતે જ લગાવવું પડે છે.
દીકરોઃ ના ના પપ્પા, તમારી ભૂલ થાય છે. આ તો એના જિન્સને બટન લગાવું છું.

એક પરિણીત ભાઈને ભગાએ પૂછયુંઃ તમે લગ્ન પહેલાં શું કરતા હતા.
બિચારાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં અને માંડ-માંડ એટલું બોલ્યાઃ જે ઇચ્છા થતી એ કરતો હતો.

રમેશઃ અમારા લગ્નને દોઢ વર્ષ થઈ ગયાં પરંતુ અત્યાર સુધી મેં મારી પત્નીને એક પણ શબ્દ કહ્યો નથી.
ચમનઃ બહુ સારું, પણ એવું કેમ?
રમેશઃ જ્યારે તે બોલતી હોય ત્યારે કોઈ તેની વાત વચમાંથી કાપી નાખે એ તેને પસંદ નથી.

ન્યાયાધીશઃ તે હજુ બે દિવસ પહેલાં જ ૧૦૦ રૂપિયાની ચોરી કરી હતી અને આજે ફરીથી ચોરી કરી. તને શરમ નથી આવતી?
ચોરઃ જજ સાહેબ, આટલી મોંઘવારીમાં ૧૦૦ રૂપિયા કેટલા દિવસ ચાલે.
મહેમાને છગનને કહ્યુંઃ તમારો નોકર આમ આખો દિવસ સતત સીટી વગાડ્યા કરે છે એને સહેજ શિખામણ આપો કે આ રીતે સીટી ન વગાડ્યા કરે.
‘ના એવું નથી.’ મગન બોલ્યો. ‘મેં જ એને હુકમ કર્યો છે કે એ સીટી માર્યા કરે જેથી એ રસોડામાં હોય ત્યારે કંઈ ખાતો નથી એની જાણ થાય અને એ ઊંઘી પણ ન શકે.’

પતિઃ રોજ સવારે મારી આંખ ખૂલે એટલે ભગવાન હું એક જ પ્રાર્થના કરું છું કે, બધાને તારા જેવી જ પત્ની મળે.
પત્ની (ખુશ થઈને)ઃ ખરેખર!
પતિઃ હા, નહીં તો શું દુનિયાભરનાં બધાં દુઃખ ભોગવવાનો ઠેકો મેં એકલાએ થોડો લઈને રાખ્યો છે?

મર્સિડિઝ કંપનીના સીઇઓ તેમના ગુજરાતી કસ્ટમર બકાભાઇને સમજાવતા હતા કે આ ગાડી આટલી મોંઘી કેમ છે.
‘અમારી કારમાં ૧૨ એરબેગ, સેફ્ટી કન્ટ્રોલ, સેફ્ટી સેન્સર, સેફટી પાર્કિંગ, પાર્કિંગ સેન્સર, સેઇફ...’
બકાભાઇઃ તમે એ બધું જવા દો, સેફટી માટે તો અમારી પાસે લીંબુ-મરચાં છે જ, તમે ગાડી કેટલી સસ્તી કરશો એ કહો...

બન્તા પહેલી વાર ફાઈવ સ્ટાર હોટેલમાં ગયો. એણે ડરતાં ડરતાં ચાનો ઓર્ડર આપ્યો. વેઇટર એક મોટી ટ્રેમાં ગરમ પાણી, દૂધ, ચાય પત્તીનાં પાઉચ, ખાંડના ક્યુબ એવું બધું આપીને જતો રહ્યો.
બિચારા બન્તાએ જાતે જેવી આવડે એવી બનાવીને ચા પી લીધી.
થોડી વારે વેઈટર પૂછવા આવ્યો: સર, ઔર કુછ?
બન્તા: વૈસે તો બિરીયાની ખાને કી ઈચ્છા થી, મગર ક્યા કરું? બનાની નહીં આતી!

ચહેરા પર મૂછનો દોરો ફૂટતો હોય...
દિલમાં જોમ હિલોળા લેતું હોય...
આખી દુનિયાનો બાદશાહ હોય એવો ફાંકો મોં પર રમતો હોય...
જેની એક હાક પર ગામ આખાનાં કૂતરાં ભાગી જતાં હોય...
એ જુવાન...
લગન પછી ધીમેકથી પૂછે :
‘ભીંડા નો મળે, તો બટેટા લાવું?’
.... ત્યારે સાલું, લાગી આવે, હોં!

છગન ઉદ્યોગપતિઃ હું વહેલી સવારે કાર લઈને નીકળું તો પણ રાત સુધીમાં અડધી પ્રોપર્ટી પણ ના જોઈ શકું...
ભગોઃ અમારી પાસે પણ હતી આવી ખટારા કાર!


comments powered by Disqus