લંડનઃ ૨૨ વર્ષીય મહિલા સ્ટુડન્ટ પર ગત ઓક્ટોબરમાં પોતાની ટેક્સી કેબમાં બળાત્કાર કરનારા અફઘાનિસ્તાનના ૩૭ વર્ષીય ડ્રાઈવર શાપુર આઝિમીને નોટિંગહામ ક્રાઉન કોર્ટના જજ ટિમોથી સ્પેન્સરે આઠ વર્ષની જેલની સજા ફરમાવી હતી.
આઝિમીને ક્રેબ-ક્રાઉલીંગ માટે ૨૦૦૫માં ચેતવણી અપાઈ હતી અને ૨૦૧૧માં તેને એક મહિલા પાસે સેક્સની માગણી કરવા બદલ ગુનેગાર પણ ઠેરવાયો હતો. તે છતાં શાપુરનું લાઈસન્સ રદ કરાયું નહોતું. આઝિમી પીડિતાના ડીએનએનો ઉપયોગ કરતાં ઝડપાઈ ગયો હતો. કોર્ટમાં તેણે દલીલ કરી હતી કે મહિલાએ તેની પાસે સેક્સની માગણી કરી હતી અને પોતે ઈનકાર કરતાં મહિલાએ તેના પર હુમલો કર્યો હતો. આઝિમીને સજા ફરમાવતા જજ સ્પેન્સરે નોંધ્યું હતું કે આઝિમી પોતાની કારમાં યુવતિઓને શિકાર બનાવતો હતો.

