લંડનઃ નવી કોમ્પ્યુટર સિસ્ટમ લાગૂ કરવામાં થયેલા ભારે વિલંબને લીધે ગ્રાહકોને જરૂરી સર્વિસ પૂરી પાડવામાં નિષ્ફળ જવા બદલ એનર્જી રેગ્યુલેટર Ofgem એ સ્કોટીશ પાવરને ૧૮ મિલિયન પાઉન્ડનો જંગી દંડ ફટકાર્યો છે.
સ્કોટીશ પાવરે ૨૦૧૨થી શરૂ કરીને તેના ૫.૩ મિલિયન ગ્રાહકોમાંથી હજારો ગ્રાહકોને ૨૦૦ મિલિયન પાઉન્ડના ખર્ચે અમલી નવી આઈટી સિસ્ટમમાં ટ્રાન્સફર કર્યા બાદ ૩,૦૦,૦૦૦થી વધુ ગ્રાહકોને ખૂબ મોડા અથવા ખોટી રકમના બિલ મળ્યા હતા. બિલમાં ગ્રાહકોને ખોટી પ્રોડક્ટ્સ માટે અથવા ખોટી રીતે ચાર્જ કરાયો હતો. કેટલાંક કિસ્સામાં તો સિસ્ટમમાંથી ડાયરેક્ટ ડેબિટની માહિતી સહિતનો રેકર્ડ ગૂમ થઈ જતાં ગ્રાહકોને ફરીથી તેની વિગતો આપવાની ફરજ પડાઈ હતી.

