પત્નીનો ચંદુને SMSઃ કેટલી વારમાં આવો છો?
ચંદુનો જવાબઃ ૨૦-૨૫ મિનિટમાં આવું છું અને વાર લાગે તો આ SMS ફરીથી વાંચી લેજે.
•
કારની કંપનીના સીઈઓ સમજાવતા હતા કે ગાડી આટલી મોંઘી કેમ છે.
ગાડીમાં ૧૨ એરબેગ, સેફટી કન્ટ્રોલ, સેફટી સેન્સર, સેફટી પાર્કિંગ, પાર્કિંગ સેન્સર, સેઇફ...
ગુજરાતી બકોઃ એ બધું જવા દો, સેફટી માટે તો અમારી પાસે લીંબુ-મરચાં છે જ, તમે ગાડી કેટલી સસ્તી કરશો એ કહો.
•
પતિઃ સૂતળી બોમ્બ છે...
પત્નીઃ દિવાળી ગયે પણ મહિનાઓ થઈ ગયા. હવે તમારી સૂતળી બોમ્બનું શું કામ છે?
પતિઃ આ તારા પિયરથી આવેલો બેસનનો લાડુ તોડવો છે.
•
શિક્ષક: તેણે વાસણ ધોયાં... અને તેણે વાસણ ધોવા પડયાં... આ બે વાક્યમાં શું તફાવત છે ?
વિદ્યાર્થી: સર, પહેલા વાક્યમાં કર્તા કુંવારો છે. જ્યારે બીજા વાક્યમાં એ પરણેલો છે.
•
ફેસબુકઃ હું બધાને ઓળખું છું.
ગૂગલઃ મારી પાસે બધું જ છે.
ઇન્ટરનેટઃ મારા વગર તમારા બન્નેનું કંઈ
ના વળે.
ચાર્જરઃ અવાજ બંધ કરો...!
•
છોકરોઃ તારી સાથે જેને સંબંધ હોય તેવી દરેક વસ્તુ મને બહુ ગમે છે.
છોકરીઃ ખરેખર, તો એમાં સૌથી વધુ શું ગમે છે તને?
છોકરોઃ તારી બહેનપણી.
•
પત્નીઃ આહ...
પતિઃ શું થયું.
પત્નીઃ ગળામાં બહુ દુઃખે છે.
પતિઃ હું બજાર જ જઉં છું. કહેતી હોય તો, ગળા માટે કંઈક લેતો આવું.
પત્નીઃ હા, એક નેકલેસ લેતા આવજો ને...!!!
•
પિતાઃ જો તું આ વખતે પણ પરીક્ષામાં ફેઇલ થયો તો મને પપ્પા કહીને તો બોલાવતો જ નહિ.
(રિઝલ્ટ પછી) પિતાઃ રિઝલ્ટ શું આવ્યું તારું?
ચિંટુઃ હવે મગજ ના બગાડો મદનલાલ. તમે મારા બાપ હોવાનો હક ગુમાવી દીધો છે.
•
બોયફ્રેન્ડઃ યાર આજે તો જૂના મિત્રોની બહુ યાદ આવે છે.
ગર્લફ્રેન્ડઃ ચિંતા શું કામ કરે છે ડિયર હું છું ને તારી સાથે...
બોયફ્રેન્ડઃ સાચે જ...
ગર્લફ્રેન્ડઃ હાસ્તો વળી.
બોયફ્રેન્ડઃ સારું, તો ૫૦૦ રૂપિયા ઉધાર આપ. તારા માટે જ ગિફ્ટ લાવવાની છે.
•
યુવકઃ બેબી...
યુવતીઃ હા જાનુ, બોલને...
યુવકઃ તું દરેક સમયે મારી સાથે હતી, જ્યારે મારો ભયંકર અકસ્માત થયો હતો ત્યારે, જ્યારે હું પાંચમા સેમેસ્ટરમાં ત્રણ વિષયમાં ફેલ થયો હતો ત્યારે પણ, જ્યારે મને કિડનીમાં પથરી થઈ હતી ત્યારે પણ, જ્યારે પાપાએ મને ઘર બહાર કાઢી મૂક્યો તો ત્યારે પણ અને...
યુવતીઃ અરે, જાનુ આઇ લવ યુ... હું હંમેશા તારી સાથે જ રહીશ.
યુવકઃ અરે એમ નહિ, મને એવું લાગે છે કે કદાચ તું જ પનોતી છે...
•
રાજકોટથી છોકરાવાળા સુરત છોકરી જોવા આવ્યા.
છોકરીઃ તમે શું કરો છો?
છોકરોઃ આપણે રાજકોટમાં રેસકોર્સમાં ‘ગ્રીન વૂડ સ્ટીક’નો બિઝનેસ છે.
છોકરીઃ એટલે શું?
છોકરોઃ દાતણ વેચું છું, ગાંડી...
